રવિવાર, 20 માર્ચ, 2022

Amijara Parswnath

*શ્રી અમીઝરા પાર્શ્વનાથ જિનાલય*
*ડુવા તીર્થ* 
                 *ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરથી 15 કિ. મી. દૂર ડુવા નગર એક પ્રાચીન ઐતિહાસિક નગર હતું. અહીંયા મૂળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ પ્રભુની લગભગ 2250 વર્ષ પ્રાચીન સંપ્રતિ કાલીન પ્રતિમાજી બિરાજમાન છે. આ નગરીમાં આમ રાજા પ્રતિબોધક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજી મ.સા. નો જન્મ વિક્રમ સંવત 800 માં થયો હતો. શ્રી આદિનાથ ભગવાનની વિક્રમ સંવત 1374 ની પ્રતિમાજી તથા વિક્રમ સંવત 1545 વૈશાખ સુદ 3 ની શ્રી પદ્મપ્રભ સ્વામીની પ્રતિમા બિરાજમાન છે.*
                    *સંઘ દ્વારા પ્રાચીન જિનાલયનો જીણોદ્ધાર કરીને વિક્રમ સંવત 1841 વૈશાખ સુદ 10 ના દિવસે યતિ શ્રી વિનયવિજયજીની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ. સંઘ દ્વારા આ જિનાલયની પાસે શેઠ પરિવારે પોતાની જમીન નૂતન જિનાલયનું નિર્માણ માટે આપી. વિક્રમ સંવત 2052 માં આચાર્ય શ્રી રામસૂરિજીના ઉપદેશથી તીર્થોદ્ધાર માટે ધાનેરા સંઘ દ્વારા 51 લાખ રૂપિયા આપ્યા. કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિજી , આચાર્ય શ્રી રાજશેખરસૂરિજી મ.સા. ની નિશ્રામાં વિશાલ ભવ્ય ત્રણ શિખર જિન પ્રાસાદનું નિર્માણ કરીને શ્રી અમીઝરા પાર્શ્વનાથ વગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2059 વૈશાખ વદ 6 ના દિવસે સંપન્ન થઈ. જિનાલયની બહાર ત્રણ કુલિકાઓમાં શ્રી બપ્પભટ્ટસૂરિજી , શ્રી રાજેન્દ્રસૂરિજી , શ્રી મણીભદ્રવીર દેવની પ્રતિમા છે. ઉપાશ્રય , ધર્મશાળા , ભોજનશાળાની વ્યવસ્થા છે.*

*તીર્થનું સરનામું*

*શ્રી અમીઝરા પાર્શ્વનાથ તીર્થ*
*શ્રી ડુવા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ*
*તાલુકા થરાદ*
*જિલ્લો બનાસકાંઠા*
*ગુજરાત 385310*
*ફોન નંબર 02737-247507*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top