➖➖➖➖➖➖➖➖➖
*🛕શ્રી માંડવી તીર્થ*
માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું શહેર/બંદર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
માંડવી એ કચ્છમાં જૈન ધર્મના મહિમાવંતા ગામ તરીકે પણ વિખ્યાત છે.
કચ્છના માંડવી શહેરની આંબા બજારમાં, વોરા શેરી પાસે, લગભગ ૩૦૦ વર્ષ પ્રાચીન, શિખરબંધ જિનાલયમાં, લગભગ સાતસો વર્ષ પ્રાચીન, પ્રાયઃ જામનગરથી આવેલી આ ધાતુની પ્રતિમા બિરાજમાન છે. શાંતિનાથ ભગવાનનું આ સુંદર અને વિશાળ જિનમંદિર ત્રણ પાષાણની અને ચાર ધાતુની પ્રતિમાજી ધરાવે છે. આ મંદિરનું નિર્માણ વિ. સં. ૧૮૫૦માં સ્થાનિક સંઘે કર્યું હતું. અહીં આ શહેરમાં બીજા અન્ય જિનાલયો છે જેમાં એક શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીનું પ્રાચીન, પ્રભાવક ચમત્કારી જિનાલય છે. માંડવી બંદર પર શ્રી અજીતનાથજીનું જિનાલય છે. પ્રસિદ્ધ માંડવી આશ્રમમાં શ્રી શાંતિનાથજી વગેરે જિનાલયો આવેલા છે
માંડવીમાં ધર્મશાળા, ભોજનશાળા, જૈનવાડી, પાઠશાળા, ઉપાશ્રયો અને કેટલાંક હસ્તલિખિત પ્રતના ભંડારો પણ છે.
કચ્છની આ વિસ્તારની નાની પંચતીર્થીમાં મુંદ્રા, ભુજપુર, મોટી ખાખર તથા નાની ખાખર, બીદડા અને માંડવી એમ પાંચ તીર્થોનો સમાવેશ થાય છે.
માંડવી ભુજથી લગભગ ૬૦ કિ.મી ના અંતરે અને અમદાવાદ થી ૪૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે.
*આ તીર્થ માં યાત્રિકો માટે ભોજનશાળા તેમજ ધર્મશાળાની સુંદર સગવડ છે.*
*તીર્થનું સરનામું*
શ્રી શાંતિનાથ જૈન દેરાસર,
આંબા બજાર, વોરા શેરી, માંડવી,
જી. કચ્છ-૩૭૦૪૬૫, ગુજરાત.
સંપર્ક- ૯૪૨૯૧૨૫૪૦૩
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો