રવિવાર, 27 માર્ચ, 2022

Jain question answer

*🎋અમારી ચિંતામણી પેઢીમાં પૌષધના જનરલ ફંડની રકમ ઘણા સમયથી છે અને હાલ અમારા ગામમાં હવે પૌષધ થતાં નથી, તો તે રકમ બીજે ક્યાં વાપરી શકાય ? કયા હેડમાં વપરાય?*

પૌષધના જનરલ ફંડની રકમ એટલે પૌષધ કરનારાઓને પ્રભાવના, ભોજન કે પૌષધ સંબંધી ઉપકરણો વસાવવા વગેરે કાર્યમાં વાપરવા માટે જે તે સમયે ભેગી થયેલી રકમ. તમારા સંઘમાં જો હવે એ વપરાયા વિના પડી રહી હોય, તો એ માટે નીચે પ્રમાણે વિચારી શકાય :-
 (1) જિનશાસન એક મુખ્ય સંસ્થા છે. જુદા જુદા સંઘો એ તેની બ્રાંચ – શાખા જેવા છે. તેથી અન્ય કોઈ પણ સંઘોમાં પૌષધની આરાધના કરનાર આરાધકોની ભક્તિમાં, પ્રભાવનામાં કે ઉપકરણો વસાવવા વગેરે કાર્યમાં વાપરી શકાય. પૌષધ સિવાય ખાવા–પીવાના કાર્યમાં બને ત્યાં સુધી ન વાપરવી તથા ઉપધાન તપના આયોજનમાં પણ લાભ લઈ શકાય.
 (2) સાતક્ષેત્રમાં નીચેના ક્ષેત્રની રકમ જરૃર પડ્યે ઉપરના ક્ષેત્રમાં લઈ જઈ શકાય છે. પૌષધ એ દેશવિરતિની આરાધના છે, તેથી તે માટેની રકમ સર્વવિરતિના આરાધક એવા સાધુ–સાધ્વીજી ભગવંતની વેયાવચ્ચમાં પણ વાપરી શકાય.
 (3) જ્ઞાનખાતામાં કે દેવદ્રવ્યમાં પણ અત્યંત આવશ્યકતા હોય તો લઈ જઈ શકાય.
  આ રકમ સામાયિકમાં પ્રભાવના કરવામાં ન વાપરવી. શક્ય હોય ત્યાં સુધી પ્રથમના બે વિકલ્પમાં તેનો સદ્વ્યય કરવો.

✍️मुनि सौम्‍यरत्न विजयजी
 *Shilp Vidhi*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top