મંગળવાર, 21 જુલાઈ, 2020

Tame Aavjo Re તમે આવજો રે

Tame Aavjo Re


તમે આવજો રે શંખેશ્વર મુકામે,
મારા પાર્થપ્રભુના નામે લખજો કાગળિયા,
એ માં છાંટજો રે તમે કેશરના છાંટણીયા,
એ માં કંકુ નાં છાંટણીયા લખજો કાગળિયા...

પાર્થ પ્રભુની આંગી રચજો લઈને તાજા ફૂલ,
આંગી એવી સુંદર રચજો થાય નહિ રે ભૂલ,
આંગી શોભતી રે તમે મંદિરીયા શણગારો,
એમાં દીવડાઓ પ્રગટાવો, લખજો કાગળિયા...
તમે આવજો રે...

સોના રૂપાના ફૂલડે, આજે પાર્થપ્રભુ ને વધાવો,
સાચાદેવની ભક્તિ કરવા શંખેશ્વરમાં આવો,
થૈ થૈ નાચજો રે તમે પાર્થપ્રભુ ના દ્વારે,
એની ભક્તિના આધારે, લખજો કાગળિયા...
તમે આવજો રે...

અવસર આ સુંદર આવ્યો હેતથી ઉજવજો,
દુર્લભ છે આ માનવભવ આ વાતના વિસરજો,
ભક્તિભાવથી રે તમે માનવતા મહેકાવો,
પ્રભુ પાર્શ્વના ચરણોમાં આવો, લખજો કાગળિયા...
તમે આવજો રે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top