Jhule Jhule Mahavirji Khele Mahavirji Lyrics
ઝૂલે મહાવીરજી ખેલે મહાવીરજી
ઝીણી ઝીણી ઘુઘરીઓ વાગે,
રૂડા પારણીયે રમે દેવ દેવીઓ ને ગમે,
મોંઘા મહેલો માં બાળપણ વિતાવે...
ફૂલ ની પથારી માં પોઢે છે પ્રેમથી,
દેવતા ઓ ગીતો સંભળાવે;
અંગુઠે અમૃત નો આનંદ એ લે છે,
ત્રિશલાજી પારણું ઝુલાવે...
ચાંદલિયો આખો માં શીતળતા આંજે છે,
સુરજ નું તેજ છે કપાળે;
હોઠ તો હમેશ હસે, ગાલે ગુલાલ વસે,
સૌને બાંધે છે પ્રેમજાળે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો