ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 65

-------------------------------------------------------
આપણને આપણાથી નજીક લાવતી એક કથા, પરિવાર સાથે વાંચજો.
-------------------------------------------------------

*સ્વાર્થના સંબંધોનું આયુષ્ય લાંબુ નથી હોતું. મોટે ભાગે એ સંબંધો બાળમરણ પામતા હોય છે. કેમ કે, એના આયુષ્યની રેખા બે જણ વચ્ચે વહેંચાયેલી હોય છે. બેમાંથી એકનો શ્વાસ-સ્વાર્થ પૂરો થાય, એટલે આયખું ખૂટે, એટલે તૂટે જ. જ્યારે પ્રેમના સંબંધો ચિરંજીવી છે. કેમ કે, એમાં ઉભયપક્ષે આપવાનું જ હોય છે. એક આપવાનું બંધ કરે, તો'ય બીજો ચાલુ રાખે છે. ને લેનારો પાછું દેવાની પેરવી કરતો જ હોય છે.*

By chance, લેનારો દઈ શકે નહીં, તો'ય દેનારો એને સમજી શકે છે. જ્યારે સ્વાર્થ સંબંધમાં, બેમાંથી એકે સમજવા તૈયાર નહિ. *પ્રેમના સંબંધોની ગરિમા ને ભીનાશને સમજવા એક ઘટના કામ લાગી શકે. કદાચ.. વાંચતા મન ભીનું ન બને, તો કહેજો.*

👴🏻 સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી. *"વહેલી સવારે કોણ આવ્યું હશે?"* ડૉક્ટરની વાઇફે દરવાજો ખોલ્યો. વયોવૃદ્ધ વ્યક્તિને જોતા ડૉક્ટરના વાઇફે કહ્યું, *"દાદા! અત્યારે વહેલી સવારે?"* વયોવૃદ્ધ બોલ્યા, *"ડૉક્ટર સાહેબ પાસે મારા અંગૂઠાના ટાંકા ખોલાવવા આવ્યો છું. મારે 8:30 વાગે તો બીજે પહોંચવાનું છે. એટલે જરા જલ્દી આવી ગયો છું. Sorry! ડૉક્ટર, પણ બીજે right time પહોંચવું જ પડે એવું છે."*

👴🏻 લાયક ડૉક્ટરે ઉંમરલાયક વયોવૃદ્ધને કહ્યું, *"દાદા! કઈ વાંધો નહીં, બેસો."* ડૉક્ટર તો હજુ ઉઠ્યા જ હતા, ને patient આવી ગયા. ડૉક્ટરે હાથ-મોં ધોયા. ને કહ્યું, *"દાદા! બેસો. લાવો તમારો અંગુઠો."* ને ડૉક્ટરે ધીમે-ધીમે પૂરી માવજત સાથે ટાંકા ખોલી નાખ્યા. ને કહ્યું, *"દાદા! મસ્ત. તમારો ઘા ઘણો બધો રુઝાઈ ગયો છે. છતાં પટ્ટી લગાવી દઉં, જેથી ક્યાંય ઘસરકો ન વાગે."* _Treatment તો બધા જ ડૉક્ટરો કરે છે, પણ.. Treat કરીને કરે ને, તેને સારવાર કહેવાય!_

👴🏻 ડૉક્ટરે પટ્ટી લગાવીને કહ્યું, *"દાદા! તમારે ક્યાં પહોંચવાનું છે? મોડું થઇ ગયું હોય તો મૂકી જાઉં?"* "ના.. ના.. ડૉક્ટર, હજુ તો ઘરે જઈશ. નાસ્તો તૈયાર કરીશ, પછી નીકળીશ. બરાબર 9:00 વાગે પહોંચી જઈશ." ને વયોવૃદ્ધ દાદા ડૉક્ટરનો આભાર માની જવા માટે ઉભા થયા.


-------------------------------------------------------
_1 મિનિટ_
_*બિલ લઈને ઉપચાર કરનારા તો ઘણા ડૉક્ટરો છે, પણ.. દિલ દઈને સારવાર કરનારા ઓછા છે. છતાં.. છે, છે, ને છે.*_
-------------------------------------------------------


👴🏻 ત્યાં જ ડૉક્ટરની વાઇફે કહ્યું, *"દાદા! અહીં જ નાસ્તો કરી લો ને."* વયોવૃદ્ધ દાદા બોલ્યા, *"ના, બેન! ના. હું જો નાસ્તો અહીં કરી લઈશ, તો એને નાસ્તો કોણ કરાવશે?"* ડૉક્ટર કહે, *"કોને કરાવવાનો છે?"* તે વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, *"ડૉક્ટર! મારી પત્નીને."* "તો એ ક્યાં રહે છે કે, 9:00 વાગે તમે ત્યાં પહોંચવાના?" તે વખતે આ વયોવૃદ્ધ બોલ્યા, *"ડોક્ટર સાહેબ! એ મારા વગર ક્યાં રહે? પણ.. એની તબિયત બરાબર નથી. એ Nursing Homeમાં છે."*

👴🏻 ડૉક્ટર બોલ્યા, *"એમને શું તકલીફ છે?"* તે વખતે વયોવૃદ્ધ દાદા બોલ્યા, *"ડૉક્ટર સાહેબ! એને Alzheimer થયો છે. એટલે એની યાદદાસ્ત ખલાશ થઇ ગઈ છે. છેલ્લા 5 વર્ષથી એ મને'ય નથી ઓળખતી. હું જાઉં, એને મળું, એન હલાવું, એ શૂન્ય નજરે મને જુએ છે. હું એને માટે અજાણ્યો થઇ ગયો છું."* આટલું બોલતા દાદાની આંખો દદડવા માંડી. ડૉક્ટર અને એના પત્ની પણ રડી પડ્યા.


-------------------------------------------------------
_યાદ રહે,_
_*પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. પ્રેમ હૃદયી નીપજ છે. એ એક પખો, એટલે.. એક પક્ષીય પણ નભે. પણ.. પ્રેમ દુર્લભ છે. પણ.. છે જરૂર.*_
એક કાવ્ય પંક્તિ છે ને,
_*"પ્રેમ ન હાટ બીકાય"*_
_પ્રેમ હાટડીઓમાં વેચાતો નથી મળતો. માર્કેટમાં વેચાય, એ તો મતલબ છે._
-------------------------------------------------------


👴🏻 કથા - ડૉક્ટર ને એની પત્ની બોલ્યા, *"દાદા! 5-5 વર્ષથી તમે રોજ Nursing Homeમાં નાસ્તો કરાવવા જાઓ છો? તમારી આ ઉંમર..., તમને થાક નથી લાગતો? કંટાળો નથી આવતો?"* એ વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, *"ડૉક્ટર સાહેબ! એના સહારે તો જિંદગી જીવું છું. એને જોઉં છું, ને મારું મન ભરાઈ જાય છે. મને એની પાસે બેસું, ને energy આવી જાય છે. ડૉક્ટર સાહેબ! એ ન હોત, તો હું'ય બીમાર પડી ખાટલે સૂતો હોત. આ તો એ છે, તો હું આટલો સ્ફૂર્તિમાં છું. એના હિસાબે તો સવારે વહેલો ઉઠું, તૈયાર થઇ જાઉં, કામે લાગી જાઉં. માત્ર એને મળવા જવાનો ને એની સાથે નાસ્તો કરવાનો આનંદ ડૉક્ટર જુદો જ છે. હું મારા હાથે એને ખવડાવું છું."*

👴🏻 ડૉક્ટર બોલ્યા, *"દાદા! એક વાત પૂછું?"* "તે પૂછોને, ડૉક્ટર સાહેબ." *"દાદા! તમે એને ઓળખો છો, પણ.. એ તમને ઓળખતી નથી. નથી તમારી સામે બોલતી કે હસતી. તો'ય તમે એને મળવા જાઓ?"* તે વખતે વયોવૃદ્ધ જે બોલ્યા, તે શબ્દો, કદાચ.. દુનિયાના સૌથી વધુ ભીના ને ભરેલા શબ્દો હશે. વયોવૃદ્ધ બોલ્યા, *"ડૉક્ટર! એ નથી જાણતી કે, હું કોણ છું. પણ.. હું તો જાણું છું ને કે, એ કોણ છે!"* ને ગંગા-જમના ને સરસ્વતીના નીર ત્રણેની આંખોના કિનારા તોડી ઉભરાણાં.

_*કથા તો પૂરી કરીએ, પણ.. પારિવારિક જીવનમાં સ્વાર્થ એ અભિશ્રાપ છે. ને પ્રેમ એ આશીર્વાદ છે. પ્રેમ ખૂટે, પછી જ પરિવાર તૂટે. ઘરમાં ઘરડા માં-બાપને પ્રેમ કરજો. 'સાઠે બુદ્ધિ નાઠી' - એ કહેનારને આ કથા દસ વાર વંચાવજો. 'એ નથી જાણતી હું કોણ છું, પણ.. હું તો જાણું છું એ કોણ છે.' આ કથા, કદાચ.. પરિવારને પ્રેમનો પારાવાર બનાવી જશે.*_

*अपने वो नहीं, जो तस्वीर में साथ दिखे,*
*अपने तो वो है, जो तकलीफ में  साथ दिखे!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top