મંગળવાર, 21 જુલાઈ, 2020

Tu Maro Nath તું મારો નાથ

Tu Maro Nath Lyrics 


(રાગ: કેશે બતાયે કયું તુજકો...)

તું મારો નાથ, તું મારો સાથ, તુ મુજ પ્રાણ આધાર!
હું છું અનાથ, ઝાલ મારો હાથ, ડૂબી રહ્યો મઝધાર! હું તારો છું...
ઝંખું છું તારા મિલનને, મારા દિલ માં મારા નાથ!
ચાહું છું તુજને ઓ નાથ! કર મુજને તું સનાથ!
સ્વીકારો મારી વિનંતી, મને રાખો તુમ પાસ,
તારું છું, તારો હતો, રહેવાનો તારો છું...

તું છે મારું જીવન, તું છે મારી જીંદગી, તું છે પ્રભું મારી બંદગી,
તું છે મારી દ્રષ્ટી પ્રભુ! તું છે મારી સૃષ્ટિ, તું છે મારી હસ્તી,
તારા ભરોસે છું, તારા સહારે છું,
શરણે હું આવ્યો તારા, ચરણે હું લાગ્યો આજે,
અર્પણ સમર્પણ મારું જીવન તુજને નાથ! 
આવી ને તારો ને નાથ! તડપાવો ના હવે...

તારા વિના સુનું સુનું લાગે છે મને, તારા વિના ક્યાંય ના ગમે,
શોધી શોધી આખો મારી થાકી ગઈ હવે, તારા વિના દિલ ને ના ગમે,
રોજ બોલવું છું! રોજ પોકારું છું!
દિલડાના દેવ તુજને, ખૂબ ખૂબ ચાહું આજે,
અર્પણ આ જીવન મારી ધડકન તુજને નાથ!
આવીને તારો ને નાથ! તડપાવો ના હવે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top