મંગળવાર, 21 જુલાઈ, 2020

Dosh Thi Haryo Bharyo Chu Chata Lyrics દોષ થી હર્યો ભર્યો છું છતાં

Dosh Thi Haryo Bharyo Chu Chata Lyrics


(રાગ: આંખ હૈ ભરી ભરી ઓર તુમ)

દોષ થી હર્યો ભર્યો છું છતાં, તુજને મળવાની ધણી આશ છે,
હું ભલે નીરખી શકું ના તને, દાદા! તું પરંતુ મારી આસપાસ છે!

ભલે તું કોયલના ગાને, ભલે કોઈ ગ્રંથ ના પાને,
મને તું આવી ને મળજે, હો દાદા! કોઈ પણ બહાને,
જલ બધા મે પી લીધા, આ વિશ્વ ના, હો દાદા!,
તુજ ને પીવાની હજી પ્યાસ છે, હું ભલે, દોષ થી...

વસ્યો તું ધરતી ગગનમાં, વસ્યો તું સુંદર મધુવનમાં,
વસ્યો તું માં ને સંત માં, છતાં શાંતિ નથી મનમાં,
દ્રષ્ટિ ગોચર થા હવે, આ વિશ્વ માં, હો દાદા!, 
તુજ વિના અહી સહુ નિરાશ છે, હું ભલે, દોષ થી...

હું ને મારું ને મારામાં, એ જ વાતો મને ગમે,
બીજાના ગુણ તણી સરગમ, હદય માં ખુબ રે દમે,
હું તણા સમુદ્ર માં ડૂબી ગયો, હો દાદા!,
તારી પાસે આવી એક લાશ છે, હું ભલે, દોષ થી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top