ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 66

-------------------------------------------------------
_હોટલની હઠ ન છોડી શકનારા, ખાસ.. પરિવારને સામે રાખીને વાંચો, અંત સુધી..._
-------------------------------------------------------

*અજાણતા વાગેલી ઠોકર.. પગમાં લોહી કાઢે, ગફલતમાં શાક સમારતા વાગેલી છરી.. આંગળીમાં લોહી કાઢે, ને બેધ્યાનપણે પીવાય ગયેલી ગરમાગરમ ચા.. જીભ બાળે, અજાણતા પડેલા પગમાં કાંટો વાગે.. ને લોહી કાઢે. સૃષ્ટિનો આ નિયમ એ જ રીતે, અજાણતા કરેલા પાપમાં'ય લાગે છે. શત્રુંજા ગઢના વાસી આદિશ્વર દાદાની કથા આ વાતની સાક્ષી પૂરે છે. પ્રભુને 13-14 મહિના જે આહાર-પાણીનો વિજોગ રહ્યો, એનું કારણ.. પૂર્વ ભવમાં અજાણતા કરેલું પાપ, અજાણતા થયેલો કર્મનો બંધ જ હતું.*

*ને એટલે જ એ ભ્રમમાં ન રહેવું કે, પાપ જાણીને કરીએ તો જ લાગે. _બેખબરમાં પીધેલું ઝેર, કબર સુધી પહોંચાડી શકે છે._ માટે જ, સદગુરૂનો સત્સંગ જરૂરી છે. જે પાપને ઓળખાવે, ને આપણને પાછા વાળે. એક નાની ઘટના.*

🍽️ *મુંબઈના દરિયાકિનારે વસેલા posh areaની આ વાત છે.* બાળકોની શિબિર હતી. કોરી પાટી પર લખવાની મજા હતી. *સાતમે દિવસે બધા જ બાળકોને હોટલમાં જવાથી કેટલું પાપ લાગે, ને એ જ પ્લેટોમાં જમવાથી શરીરના સ્વાસ્થ્યને, ને સંસ્કારને કેટલું નુકસાન પહોંચે, ને ત્યાંની છરીઓથી સમારાયેલી સબ્જી, ક્યારેક.. મચ્છીને કાપીને'ય આવી હોઈ શકે, એટલે હોટલમાં સાચો જૈન ન જાય, એમ સમજાવાયું.*

🍽️ ઘણા બધા બાળકો હતા. ને આમે' બાળકો નિર્દોષ હોય. એમને અસર જલ્દી થાય. *લગભગ બધાએ સંકલ્પ કર્યો, હોટલમાં નહીં જઈએ. શિબિરના આ સંસ્કારે બાળકોએ હોટલને પગથિયે પગ ન મૂક્યો.* એક દિવસ રજાનો દિવસ હતો. વહેલી સવારથી આખું family બહાર ફરવા નીકળ્યું. *એક five star હોટલમાં breakfast લેવા ગયા.* છોકરાએ કહ્યું, *"જૈનથી હોટલમાં ન જવાય."* એક તમાચો માર્યો, ને વાસી દૂધની મોંઘી ચા પી બહાર ફરીને બપોરે જમવા ફરી એ જ હોટલમાં આવ્યા.

🍽️ છોકરાએ કહ્યું, *"પપ્પા! હું જમીશ નહિ."* "કેમ?" *"પપ્પા! ક્યારેક માછલી, મરઘી, કે બકરીને કાપેલી છરીથી આપણું શાક બનાવ્યું હોય, તો આપણા મોઢામાં non-veg ચાલ્યું જાય."* પપ્પા બોલ્યા, *"બેવકૂફ, તને આ બધું કોણે કહ્યું?"* બાળક, *"પપ્પા! મહારાજ સાહેબે શિબિરમાં કહ્યું છે."* ને પપ્પાનું મગજ ફાટ્યું. ને બોલ્યા, *"મહારાજ સાહેબને જઈને પૂછો કે, ક્યારેય five starમાં પગ મૂક્યો છે? એ કેટલી neat & clean હોય, ચોખ્ખી હોય, ને ચોક્સાઈભરી હોય. મહારાજ સાહેબને ક્યાં ખબર કે, અહીં આવી કોઈ ગરબડ ન થાય."*

🍽️ પણ.. છોકરો કહે, *"ના, પપ્પા! હું હોટલમાં નહીં જ જમું."* પપ્પાએ ચાર veg dishનો order આપ્યો. *ચાર થાળી આવી. બધાએ જમવાની શરૂઆત કરી. છોકરો એમ જ બેસી રહ્યો.* મમ્મીની નજર પડી. એણે કહ્યું, *"બેટા! જમી લે."* છોકરાએ ના પાડી. બે-ત્રણ વાર મમ્મીએ કહ્યું, તો'ય છોકરો જમ્યો નહિ. ત્યારે એના પપ્પાએ કહ્યું, *"સીધે સીધો જમી લે."* "ના, પપ્પા! હું હોટલમાં નહીં જ જમું."

🍽️ ને સટાક કરતો એક તમાચો એના ગાલ પર પાંચ આંગળાની છાપ ઉપસાવી ગયો, *"ચાલ, ખાય છે કે નહિ?"* "નહીં પપ્પા." એની મમ્મી કહે, *"ચાલ, બેટા! ટોમેટો સૂપ પી લે."* "નહીં, મમ્મી! હોટલમાં ન ખવાય." ને, ધડ-ધડ બે તમાચા બીજા પડ્યા. *ને, ટોમેટો સૂપનો ગ્લાસ એના મોઢે અડાડી દીધો.* ને કહ્યું, *"ચૂપચાપ પી જા, નહીં તો બીજી બે ઠોકીશ."* ને હાથ ઉપાડ્યો. *નાનું બાળક આખિર શું કરે! એણે ટોમેટો સૂપ પીવાની શરૂઆત કરી.* ગુલાબને છૂંદી નાખી પથ્થરે પોરશાવું, એ કઈ જીત નથી.

🍽️ હજુ બે ઘૂટડા સૂપ પીધો ન પીધો, ત્યાં તો છોકરાએ કહ્યું, *"પપ્પા! આ ટોમેટો સૂપમાં non-veg.."* ને પપ્પાએ દાંત કચકચાવી કીધું, *"પી જા. કોઈ non-veg નથી."* પણ.. બાળક કહે, *"પપ્પા! આ જુઓ."* ને એણે ગ્લાસમાંથી લાલ-લાલ છાલ જેવું કાઢીને પપ્પાને બતાવ્યું. પણ.. ક્રોધમાં આવેલા પપ્પાએ કહ્યું, *"બેવકૂફ, એ તો ટોમેટોની છાલ છે. પી જા, નહીં તો બે લાફા ઠોકી દઈશ."*

🍽️ પણ.. બાળકે ગ્લાસ નીચે મૂકી દીધો. ને એ લાલ છાલ બહાર કાઢીને કહ્યું, *"જુઓ, પપ્પા! આ ટોમેટો સૂપમાં મરઘીની કલગી છે. આ ટોમેટો નથી."* છોકરાએ રડતા-રડતા જ્યારે મમ્મીને મરઘીની કલગી બતાવી, ત્યારે એ બેન એકદમ ચમકી ગયા. એમણે પોતાના પતિને કહ્યું, *"તમે અમને કઈ હોટલમાં લઇ આવ્યા? આ તો non-veg ટોમેટો સૂપ છે."*

🍽️ પતિએ જોયું, એમણે હોટલના વેઈટરને તતડાવી નાખ્યો, *"અમે તમને veg સૂપનો order આપ્યો હતો. તું non-veg કેમ આપી ગયો?"* હોટલનો વેઈટર ગભરાઈ ગયો. ને એ બોલ્યો, *"Sir! માફ કરજો. તમારી બાજુવાળાનો non-veg સૂપનો order હતો. તમારો vegનો હતો. મારાથી ભૂલ થઇ ગઈ. vegને non-veg પીરસાઈ ગયો, ને non-vegને ત્યાં veg પીરસી દીધો. Sir! Sorry."*

🍽️ પછી ઘણું બધું થયું, પણ છોકરો આખા રસ્તે રડતો રહ્યો. ને બોલતો રહ્યો, *"પપ્પાએ મને non-veg ખવડાવ્યું."* પપ્પા-મમ્મી બે'ય પોતે હતપ્રત થઇ ગયા. *ગમે તેમ તો'ય, જૈન હતા. જૈનત્વ અંદર પડ્યું હતું.* એમણે છોકરાને ગળે લગાડી દીધો, ને ખૂબ રડ્યા, ને કહ્યું, *"બેટા! તું હવે રડ નહિ, શાંત થઇ જા. આજથી હું નિયમ લઉં છું કે, ક્યારેય પણ હોટલમાં નહીં જાઉં."*

🍽️ ને ફરી એમણે બાળકને ગળે લગાડી દીધો. પણ.. બાળક રડતા-રડતા બોલ્યો, *"પપ્પા! તમે હોટલ નહીં જાઓ. પણ.. મારા પેટમાં non-veg ગયું તેનું શું?"* પપ્પા-મમ્મી પાસે આનો કોઈ જવાબ નો'તો. તે છતાં, એક શિબિરે.. એક બાળકે.. આખા'ય ઘરને પાપના રસ્તેથી પાછું તો વાળ્યું જ!

_*કથા તો પૂરી કરીએ. પણ.. અનલોક-1 છે, લોકડાઉન પૂરું થયું છે. Hotel-Restaurantને ફરીથી ખુલવાની રજા મળી ગઈ છે. આટલા દિવસ તમે એના વગર રહ્યા.. P.M.(Prime Minister) મોદીના સંદેશે, તો P.M.(Prabhu Mahaveer)ના આદેશે, હવે એ પાપના.. રોગના.. કર્મના કોરોનાના hot spot જેવા એ સ્થળોએ જવાનું બંધ કરશો.*_


*बड़े चाँद से.. आँखों को हसीन नज़ारा मिलता है,*
*छोटे ध्रुव के तारे से.. दिशा का इशारा मिलता है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top