મંગળવાર, 21 જુલાઈ, 2020

Tame Sukh Data Cho તમે સુખદાતા છો

Tame Sukh Data Cho lyrics


(રાગ: તું કિતની અચ્છી હૈ...)

તમે સુખદાતા છો, પિતા છો માતા છો,
ગુરુ સખા ભ્રાતા છો,
હે વીર! મહાવીર! હે વીર! મહાવીર...

માનવ દેહ મળ્યો અતિ ઉત્તમ,
આ જૈન ધર્મ મળ્યો સર્વોત્તમ,
સોના પર સુહાગા મહાવીર,
આપ મળ્યા પુરુષોત્તમ,
આ ભવ તરવાને પાર ઉતારવાને,
બન્યા સહારા છો... હે વીર...

મોહના જાળા દૂર કર્યા તમે,
માયા પથ્થર ચૂર કર્યા તમે,
કામી ક્રોધની આગ બુઝાવી,
સૌના હૈયા ઠાર્યા,
મુક્તિ મેળવવા યુક્તિ કેળવવા,
શાસન દાતા છો... હે વીર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top