Motivational Story 67
-------------------------------------------------------
_પરમાત્મા પ્રત્યે અચલ શ્રધ્ધા ધરાવતા એક શ્રેષ્ઠીની શ્રેષ્ઠ કથા, આપ જ વાંચો પરિવાર સાથે.._
-------------------------------------------------------
_*સત્યઘટના*_
મુંબઈના મંદિરમાં લાકડાનો ઘંટ જોઈ અમે પૂછ્યું, *"લાકડાનો ઘંટ?, આટલા ભવ્ય ગગનચુંબી જિનાલયમાં!"* એ વખતે ત્યાનાં ટ્રસ્ટીશ્રીએ કહ્યું, *"ગુરુદેવ! આ સોસાયટીમાં રહેનારાઓને disturb થાય છે. એમની વારેવારે complain પોલીસમાં જાય છે."* અમે કહ્યું, *"બીજાઓ સમજે નહિ ને...! "* એ ટ્રસ્ટી બોલ્યા, *"સાહેબ! Complain કરનારા વધુ આપણા જ છે."*
સુરતના એક વૈભવી વિસ્તારની સોસાયટીમાં લગભગ જૈનો જ છે. ત્યાં દેરાસર ને ઉપાશ્રયની જગ્યા આપવા બિલ્ડર્સને કહ્યુ, તો કહે, *"આવનારા અમુકે દેરાસર નહિ કરવાની કંડીશને જ જગ્યા લીધી છે. ને અમારે તો માલ જલદી ખપે એ જ જોઈતુ હતું. અમારા કરોડો ઉપરના flat ખપી ગયા."* અમે પછી તપાસ કરી, એમનું નામ જાણ્યું, ને નજર શરમથી ઝૂકી ગઈ.
*મુલ્લાઓની બાંગ disturb નથી કરતી, Hornના અને planeના અવાજો ને T.V. ને western music disturb નથી કરતા, કાનમાં earphone નાંખીને પડ્યા રહેનારા જનરેશનને ડનલોપની ગાદીમાં પડ્યા-પડ્યા ઉંમર ને ચરબી વધારનારાઓને discothequeમાં જવાનું ને નાચવાનું બહુ જ ગમે છે. મંદિરની ચહલ-પહલ ને બાજુમાં થતો ઉપાશ્રય nuisance લાગે છે! એ બધી જમાતને આ વાર્તા એટલે કે, સત્યઘટના એકવાર અવશ્ય વંચાવજો.. અને આ સત્ય ઘટનાની સાક્ષીઓ આજે'ય તમને જોઈએ તો મળી શકે..* વાંચો, એ ભક્તહૃદયી શ્રેષ્ઠીની કમાલ.
🚩 *છે એ ગુજરાતનો પ્રાયઃ સૌથી મોટો સંઘ. શહેરના તમામ જિનાલયોનો વહીવટ એક જ મોટા દેરાસરથી થાય.* અજબ સ્નેહ ને ગજબ સંપ સાથે આ સંઘમાં પ્રાયઃ 35,000 જૈનો સ્વામિવાત્સલ્યમાં સાથે જમે છે. _*સગા બે ભાઈ પણ જ્યારે ભેગા જમવા બેસવા તૈયાર નથી, ત્યારે 35,000 જૈનો એક સાથે સંઘની પ્રણાલિકાને અનુસરે.. એ સંઘને પ્રણામ છે, Salute છે!*_
🚩 1959ના વૈશાખ મહિને, પરમાત્મા મહાવીરસ્વામી ભગવાનના ભવ્યાતિભવ્ય જિનાલયમાં રજવાડી ઠાઠ સાથે ઐતિહાસિક પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. *એમાં પ્રથમ ધજાનો ચડાવો ચાલુ થયો, મૂળનાયક દાદાના શિખરની પહેલી ધજાનો ચડાવો ચાલુ થયો.* ને ભક્તિનો વરસાદ પુષ્કરાવર્ત બની ગયો. *ન ધારેલી ઊંચી બોલી સાથે ઉછળતા ભાવોલ્લાસ સાથે ધર્મનિષ્ઠ પરિવારે આદેશ લીધો.*
🚩 ચારે દિશા એમની ઉદાર ભાવનાની અનુમોદનાથી ઉભરાઈ ગઈ. *ને ધજાના દિવસે આખો'ય પરિવાર સજી-ધજીને નૈવૈદ્યનો થાળ લઈને ધવલ-મંગલ ગીતો સાથે ધજા લઈને આવ્યો.* ને ધજાપૂજા ને વાસક્ષેપ બાદ ધજા ચડાવવાનો મંગલ વિધિ શરુ થયો. *આખા'ય પરિવારનો ભાવોલ્લાસ આજે ગગને ચડયો હતો. શ્રેષ્ઠી પરિવારે હર્ષાશ્રુ સાથે થાળી-ડંકા વાગતા ધજા ગગને લહેરાવી.* લાભાર્થી શ્રેષ્ઠીની આંખોમાંથી અશ્રુઓનો અખંડ ઝરો ફૂટયો.
🚩 *છેલ્લે ધજાના દર્શન કરતા એમણે બાજુમાં જ આવેલી પોતાની નવી જ બનેલી પાંચ માળની આલિશાન હવેલીને જોઈ.* બધા જ પરિવારે પોતાની હવેલી જોઈ કહ્યું, *"આપણા ઘર ને ધજા વચ્ચે કોઈ નહી."* પણ....શ્રેષ્ઠીની આંખો પોતાની હવેલીના પાંચ માળ જોઈ સ્થિર બની ગઈ. *એમના આનંદમાં ભંગ તો ન પડયો, પણ બીજા સંકલ્પનો રંગ ભળ્યો.* શેઠે ફરી ફરી ધજા ને હવેલીને જોઈ ને કશોક નિર્ણય કર્યો. ને એ મક્કમ ડગલા ભરતા નીચે ઉતર્યા.
🚩 *મંદિરના વિરાટ પરિસરમાં આખો'ય સંઘ આનંદમાં.. ઉલ્લાસમાં.. નાચતો હતો. શેઠ પણ જોડાઈ ગયા ને ઘેર આવ્યા.* આખો'ય પરિવાર હવેલીમાં વડિલની ચારે બાજુ ગોઠવાઈ ગયો. શેઠે બધા ઉપર એક નજર કરીને પૂછયું, *"આજનો પ્રસંગ કેવો લાગ્યો?"* બધા એકી અવાજે બોલ્યા, *"આવો ભાવોલ્લાસ પરિવારે પહેલીવાર માણ્યો છે."*
🚩 શેઠ કહે, *"આ પ્રસંગ જો તમને બધાને હૈયે અડી ગયો હોય, તો આવો જ બીજો પ્રસંગ આપણને લાભ દેવા આવી રહ્યો છે. અને આ લાભ આખા'ય સંઘમાં આપણા પુણ્યે આપણને જ મળે એમ છે. ઊંચો લાભ છે, જો બધાની ઈચ્છા હોય તો.. બોલો."* બધાએ એકી અવાજે કહ્યું, *"આપણને જ મળે એવો લાભ કેમ છોડાય?"* શ્રેષ્ઠી બોલ્યા, *"તો સાંભળો! દાદા કરતાં ઊંચા આસને બેસાય?"*
🚩 બધા બોલ્યા, "ના જ બેસાય." *"તો દાદા કરતાં ઊંચા મકાનમાં રહેવાય?"* બધા કહે, "ના જ રહેવાય." *"તો સાંભળો, આજે ધજા ચડાવતા-ચડાવતા આપણે બધા જ અપૂર્વ ભાવધારામાં ચડેલા હતા.* હું તો પ્રભુમાં ખોવાઈ ગયો હતો. *ધજા ચડાવ્યા પછી મારી નજર આપણી આ હવેલી ઉપર પડી. પ્રભુની બાજુમાં રહેવાનું મળે, તે કેટલું ખુશનસીબ!"*
-------------------------------------------------------
_એક મિનીટ પછી વાંચો..._
_*દેરાસરથી દૂર ઘર બાંધનારા ને શોધનારા, સોસાયટીમાં શાંતિ માટે જનારા આટલું ધ્યાન રાખશો. જે મંદિરથી દૂર જશે, તેના છોકરા સંસ્કારથી દૂર જશે. આ બધુ બન્યું છે ને બની રહ્યું છે, અમે ખુદ એના સાક્ષી છીએ. દેરાસરની બાજુમાં ઘર હશે તો, દેવદર્શન, ગુરુવંદન થતા રહેશે ને સંસ્કારનું સિંચન થતું રહેશે.*_
-------------------------------------------------------
🚩 કથા - બધા જ બોલી ઉઠયા, *"આપણે સૌ નસીબવાળા છીએ કે, આપણી હવેલી ભગવાનની બાજુમાં જ છે."* શ્રેષ્ઠી કહે, *"હવે સાંભળો! જો ભગવાનની બાજુમાં બંગલો હોય, તો ભગવાનનું મંદિર ઊંચું હોવું જોઈએ, કે બંગલો ઊંચો હોવો જોઈએ? બેમાં ઊંચું કોણ હોવું જોઈએ?"* બધા જ બોલી ઉઠયા, *"મંદિર ઊંચું હોવું જોઈએ."*
🚩 *"તો આજે ધજા ચડાવતા મેં જોયું કે, આપણી હવેલીનો પાંચમો માળ મંદિર કરતાં ઊંચો છે. હવે શું થઈ શકે? મંદિરનું શિખર ઊંચું થઈ નહી શકે.* કેમ કે, શિલ્પોક્ત માપમાં ફેરફાર ન જ થાય. *તો બીજો રસ્તો છે, હવેલીનો પાંચમો માળ આપણે ઉતારી લઈએ. તો સૌથી ઊંચું શિખર દાદાનું..! એ કરવાનો લાભ આપણને જ મળે એમ છે. ને આખું નગર પણ કહેશે, સૌથી ઊંચું શિખર દાદાનું!"*
🚩 ને પૂરા પરિવારે દાદાના ઊંચા શિખરનો નિર્ણય કરી દીધો. *ને થોડાક કલાક વીતે ના વીતે ત્યાં તો, મજુરો આવ્યા, સુથારો આવ્યા, કડીયા આવ્યા, ને પાંચમો માળ ઉતારવાનું કામ શરુ થઈ ગયું.* શ્રેષ્ઠી કહે, *"લોઢુ ગરમ હોય, ત્યારે જ ઘા મારે તો ઘાટ ઘડાય."*
🚩 *ગુજરાતના સૌથી મોટા જૈન સંઘ ને દેશના મૂર્ધન્ય કક્ષાનાં જૈન સંઘ "શ્રી ભાવનગરના.. દાદા સાહેબના.. ભગવાન શ્રી મહાવીર સ્વામિજીના જિનાલયની પહેલી ધજા ચડાવનારા એ શ્રેષ્ઠી હતા, સ્વનામધન્ય શેઠશ્રી ત્રિભુવન ભાણજી!"* જિનાલય તો દાદાસાહેબના જિનાલય કરતાં કઈ ઘણા ભવ્ય બન્યા, ને પ્રતિષ્ઠાઓ પણ ભવ્યાતિભવ્ય થઈ. પણ.. આ પ્રતિષ્ઠા અમર ને યાદગાર બની રહેશે. એમાં યોગદાન ત્રિભુવન ભાણજીનું બોલાશે. *તે જમાનામાં લાખ્ખો રુપીયા ખર્ચી બનાવેલી, કળા કારીગરીથી બેનમૂન બનેલી આખા'ય ભાવનગરમાં આન-બાન ને શાન જેવી હવેલીનો કાષ્ટકોતરણીથી ભરેલો માળ ઉતારી દેવો, એ ઉદારતાથી આગળ મહાનતા છે!*
_*કથા તો પૂરી કરીએ. પણ... એકવાર આ ભાવુકતાને વધાવવા એટલું તો કરજો કે, પાંચમો માળ એ ઉતારી શકે. આપણે આપણા પાપોને ઉતારીએ, આપણા વ્યસનોને ઉતારીએ. શેઠે પ્રભુશિખરને ઊંચું લાવવા કર્યું, તું જીવનસ્તર ઊંચું લાવવા કર. તું જિનમંદિરની આસપાસ નિવાસનો સંકલ્પ કરજે.*_
*कौन कहता है वो मालिक का दीदार नहीं होता,*
*सच पूछो तो, इंसा तलबगार नहीं होता;*
*श्रद्धा में, जी भर के एक बार पुकारो,*
*फिर देखो, वो निराकार कैसे साकार नहीं होता!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો