Prabhu Tara Nayano Lyrics
(તર્ક: બહોત પ્યાર કરતે હૈ)
પ્રભુ! તારા નયનો થી અમૃત ઝરે છે,
મુજ જોઈ તારું આ (2), હૈયું હરે છે... પ્રભુ તારા...
મુખડાની શોભા તારી, લાગે છે પ્યારી,
દર્શન તારું પ્રભુ! અતિ સુખકારી,
પાપી જીવોને (2), પાવન કરે છે... પ્રભુ! તારા...
માથે મુગટ કાને કુંડળ શોભે છે,
ટીલડી તો ભાલે કેવી ટમટમે છે?
આવી હદય માં (2), ભાવ ભરે છે... પ્રભુ! તારા...
મંદિર શોભે છે તારું કેવું સોહામણું?
ભક્તો ને લાગે એ તો મુક્તિ નું લ્હાણુ,
ધજાઓ ગગન માં (2), કેવી ફરફરે છે... પ્રભુ! તારા...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો