Nache Ang Ang Baje Lyrics
નાચે અંગ અંગ બાજે ચંગ મૃદંગ ને રંગ ઉમંગ છવાયો,
ઝાઝ પખવાજ વળી શરણાઈ ના, સાદ થકી ગીત મધુરા ગવાયો...
સાજન માજન કંઈ કંઈ રાજન, આજ ના હરખ સમયો,
સજી શણગાર કંઈ નાચે નરનાર, એમ નેમજી એ જાન જુદાયો (3)
દૂર શરણાઈ ના સુર વાગે, કંઈ જાનૈયા ડોલવા લાગે,
થઈ ગાનતાન માં ગુલતાન રે, આવી આવી રે નેમજીની જાન રે (2),
આવી રે... આવી રે... આવી રે... ભાઈ...
જુઓ જાદવ કુળ ની જાન રે, વળી ગાજે છે ડંકા નિશાન રે
આવી આવી રે નેમજી ની જાન રે (2)...
મ્હાલી રહ્યા છે કૃષ્ણ મહારાજા, વરણાગી દીસે છે નેમ વરરાજા (2),
કઈ ભૂલ્યા છે તન મન ભાન રે (2),
આવી આવી રે નેમજીની જાન રે (2)...
દ્વારિકા ની નાર રુપ રુપ ના અંબાર,
સજી સોળે શણગાર ઉર આનંદ અપાર,
મુખ માં છે જેના પાન રે, એના ગાતા મધુરા ગાન રે,
આવી આવી રે નેમજીની જાન રે (2)...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો