Tame Aakhe Karyu Anjan Lyrics
(રાગ: સુહાની ચાંદની રાતે)
તમે આખે કયું અંજન બધું જીવંત લાગે છે,
દાદા તારી કૃપા તણો મને આ પ્રભાવ લાગે છે,
પ્રતિમા માં હવે આ દેવ મૂર્તિમંત લાગે છે,
નથી હાજર તમે તોયે તમારો સંગ લાગે છે,
તમારી સાથે કોઇક જન્મો તણો સબંધ લાગે છે...
હજુ એ દ્રશ્ય આંખ માં અકબંધ લાગે છે,
તમે સ્પર્શ્યા પછી મારું હદય વાજિંત્ર લાગે છે,
તમે આખે કર્યું...
ડૂબેલા નો સહારો એક તારો પંથ લાગે છે,
તમારા પંથ માં વિચરતંનો ભવઅંત લાગે છે,
તમે આખે કયું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો