prabhu mangu su tari kane lyrics
(રાગ: અખીયો કે જરોખો સે)
પ્રભુ માંગુ શું તારી કને, વણ માંગ્યુ તે દીધું મને,
એનો આભાર માનું છું, ઉપકાર હું માનું છું...
મે કરી હસે કોઈ ભવમાં, માંગણી દેહ સુખની,
પણ તે કરાવી ચાહના, મને આતમ સુખની,
દેહાધ્યાસ ધટાડ્યો તે, આતમ જ્ઞાન કરાવ્યું મને...
મે ઇચ્છી હશે અનુકૂળતા, જે સંસાર વૃદ્ધિ કરે,
પણ તે દીધી અનુકૂળતા, દર્શન શુંદ્ધિ કરે,
મિથ્યામાર્ગ છોડાવ્યો તે, સમયગમધ્ય દેખાડ્યો મને,
મે ઝંખ્યા હશે સંયોગ જે, બધા સ્વાર્થી લક્ષી જ હોય,
પણ દીધા સંયોગ જે, પરમાર્થ લક્ષી હોય,
મારો સ્વાર્થ ધટાડ્યો તે, પરમાર્થ વધર્યો તે...
મે ચાહ્યા હશે સબંધી જે, મુજ રાગ ની પૂર્તિ કરે,
પણ તે દીધા સબંધો જે, વૈરાગ્ય ની વૃદ્ધિ કરે,
મારો રાગ ધટાડ્યો તે, વૈરાગ્ય વધાર્યો તે...
મે માંગી હશે બુધ્ધિ એવી, જે તર્ક માં કુશળ કરે,
પણ તે દીધી સુમતિ જેથી, મારી શ્રદ્ધા નું બળ વધે,
મારી બુદ્ધિ સુધારી તે, મારી શ્રદ્ધા વધારે તે...
મે માંગી હશે સંપત્તિ જે, પાપાનુંબંધી હોય,
પણ તે દીધી ગુંણસંપતી, જે પુણ્યાનુંબંધી હોય,
મારા દોષ ઘટાડ્યા તે, સદગુણો પ્રગટાવ્યા તે...
મે ઝંખ્યા હશે શરણા એવા, મુજ જીવન રક્ષા કરે,
પણ તે દીધું શાસન મને, મુજ આત્મસુરક્ષા કરે,
જીન શાસન સ્થાપ્યું તે, એમાં શાસન આપ્યું મને...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો