Pal Pal Prabhu Ek j Mangu
(રાગ: હોઠો સે છું લો તુમ)
પળ પળ પ્રભુ એક જ માંગુ, તિત્થયરા મે પસિયંતું,
ક્ષણ ક્ષણ પ્રભુ એક જ માંગુ, તિત્થયરા મે પસિયંતુ...
ના સમ્યગ જ્ઞાન માંગુ, નહી વ્રત વરદાન માગુ,
ના કેવળજ્ઞાન માંગુ, નહી સાશ્વત સ્થાન માંગુ,
અણુ અણુ મા એક જ નાદ... તિત્થયરા મે પસિયંતું...
તારી એક પ્રશન્નતા માં, સંસાર સમાપ્તિ છે,
તારી સ્નેહ દષ્ટિ માં પ્રભુ પદ ની પ્રાપ્તિ છે,
એથી ફરી ફરી એક જ વાત... તિત્થયરા મે પસિયંતું...
પેલા ગજસુકુમાંલ ઉપર, પ્રભુ! આપ પ્રસન્ન થયા,
દીક્ષા લીધી તે જ દીને, પ્રભુ! તારા જેવા કર્યા,
એ પ્રસંગ ને ધ્યાન રાખી... તિત્થયરા મે પસિયંતું...
મને તારી પ્રસન્નતા મળે, મારા ભવબંધન ટળે,
મારા પાપ બધા પ્રજવલે, મુક્તિ ની આશા ફળે,
એથી કહું છું વારંવાર... તિત્થયરા મે પસિયંતું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો