સોમવાર, 20 જુલાઈ, 2020

Prabhu Mane Aapje Chita ni Prashanta પ્રભુ મને આપજે ચિત્ત ની પ્રસન્નતા

Prabhu Mane Aapje Chita ni Prashanta


પ્રભુ મને આપજે ચીતની પ્રસન્નતા,
વચનની મધુરતા હદયની વિશાળતા...

સ્વપ્ન જુએ આંખ તો આખને તું વારજે,
સત્ય હકીકત શું છે એને સમજાવજે,
પરિસ્થિતિ જોઇને જીવ કરે કાર્ય જે,
દોષ એના ના જુવે મન એવુ બનાવજે,
ત્યજે મારો આત્મા શુધતા ને તુચ્છતા,
સહું જીવો કાજ ધરું દીલમાં ઉદારતા... પ્રભુ ..

લાખ ગુના માહરા પ્રભુ કરે માફ તું,
દર્પણ સરખું કરજે મન મારું સાફ તું,
હાથ મારો થામ તું દેજે મને દામ તું,
જંગ જીતવાને મને કર્મ ની ખિલાફ તું,
દૂર થાય બધી મારી વક્રતા ને જડતા,
લબ્ધિ ખિલે એવી મિલે બસ સરલતાં.... પ્રભુ...

દુનિયા ભલે ને આખી હોય આ સ્વાર્થી,
તું તો પરમાંથી જો બને મારો સારથી,
તારા વિશ્વાસથી સાથ ને સહકાર થી,
જીવન બાગ મહેકે સદગુણો ની સુવાસથી,
ચિત્તની ચંચળતા ત્યજુ મનની મલિનતા,
ધરે મારો આત્મા સ્થિરતા ને શુદ્ધતા ... પ્રભુ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top