મંગળવાર, 21 જુલાઈ, 2020

Nemji Na Nam ni tu નેમજી ના નામ

Nemji Na Nam ni tu lyrics 


નેમજી ના નામ ની તું લૂંટ લુટીલે,
નેમીના ચરણે જઈ બેડો પાર કરીલે...

શરણે જાય એને પ્રભુ રાહ બતાવે,
જપે નેમ એને મોહ કેમ સતાવે,
રાજુલના નાથ નું તું નામ રટીલે (2),
નેમિના ચરણે જઈ બેડો પાર કરીલે...

ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે,
જાપ જપે એના પ્રભુ પાપ ખપાવે,
હિતકારી નેમી ને પ્રણામ કરીલે (2),
નેમી ના ચરણે જઈ બેડો પાર કરીલે...

કૃપા થાય પ્રભુની તો દોષ દૂર થાય,
બંધનો જે રાગ ના એ ચૂર ચૂર થાય,
નેમી ભજી સંસાર તમામ ત્યજીલે (2),
નેમી ના ચરણે જઈ બેડો પાર કરીલે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top