સોમવાર, 20 જુલાઈ, 2020

Prabhu Ji re Bhavsagar ma પ્રભુજી રે! ભવસાગર માં

Prabhu Ji re Bhavsagar Ma 


(રાગ: બેનાં રે... પારકી થાપણ)
પ્રભુજી રે! ભવસાગર માં ભમતા ભમતા આવ્યો તારે દ્વારે,
નૈયા પ્રભુ! મારી પાર ઉતાર (2),

મધદરિયે મારી નાવ અટવાય... નૈયા પ્રભુ!...

સ્વાર્થ ની આ, દુનિયા પ્રભુ! મુખડું તારું જોયું (2),
દાવાનળ નીરખી નીરખી ને હૈયુ મારું રોયુ (2),
પ્રભુજી રે! અંતર કેરી આગ બુઝાવો, 
વિનવું છું જીનરાય... નૈયા પ્રભુ!...

કામ ક્રોધ માયા ને ઝૂલે, જીવન મારું ઝૂલે (2),
રંગ રાગમાં ભાંનભૂલી ને, ચડિયો હું ચગડોળે (2),
પ્રભુજી રે! કૃપા કરી પાર ઉતારો,
વિનવું છું જીનરાય... નૈયા પ્રભુ!...

ભાવ ભક્તિ રશ પુષ્પો કેરા રસથાળ લઈ આવું (2),
હૈયા માહી હોશ ધરી ને ભક્તિ ગીતો ગાઉં (2),
પ્રભુજી રે! દર્શન દેજો દીનદયાળા,
વિનવું છું જીનરાય... નૈયા પ્રભુ!...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top