Motivational Story 17
_*'હતાશા' ને 'ભય'... પરિસ્થિતિને બદલી નથી શકતા, ગુંચવી જરૂર શકે. હિંમત અને હોંશ પ્રત્યેક પરિસ્થિતિનો ઉકેલ છે.*_
વર્ષો પૂર્વે એક કબૂતરની વાત વાંચી હતી. આજે એક હરણની વાત વાંચી. આજે જ વાંચેલી Fresh.. તાજી.. હરણની જ વાત લખું.
🦌 *હરણીને માતૃત્વનું વરદાન મળવાની ઘડી આવી પુગી હતી.* એક ખળ-ખળ વહેતી નદીના કિનારે ઉગેલા ઘાસના જંગલમાં એ આવીને બેઠી. ઘેરાયેલા વાદળોમાં વીજળીના કડાકા ને ભડાકા થવા લાગ્યા. *એક મોટો કડાકો.. ને વીજળી ઘાસના મેદાનમાં પડી. ને ઘાસનું મેદાન સળગવા લાગ્યું.*
🦌 હરણી ગભરાઈ, એને પીડા થઇ. તો'ય ઉભી થઈને આગથી બચવા દોડવા ગઈ. *ત્યાં થોડેક જ દૂર સિંહ આવતો દેખાયો, એણે દિશા બદલી. ને દોડવા પગ ઉપાડે, ત્યાં તો થોડેક જ દૂર શિકારી તીર તાકીને ઊભો છે.*
🦌 હરણી ચારે બાજુથી ઘેરાઈ ગઈ. *એકબાજુ આગ, એકબાજુ નદી, એક બાજુ સિંહ, એક બાજુ શિકારી. વધુમાં, પેટમાં બચ્ચું.*
1 Second.. વાર્તા પછી વાંચો.
*ચારે બાજુથી ઘેરાયેલી હરણી શું કરી શકે?* તમે કંઈ સુઝાડી શકો તો.. યાદ રહે,
*હિંમતની જ્યોત જેણે બુઝાડી ન હોય, તે જ સુઝાડી શકે.* કથા આગળ વાંચો.
🦌 હરણીએ વિચાર્યું, *હમણાં તો મારી ફરજ, મારી જવાબદારી, ને અત્યારનો સમય તો, મારા બચ્ચાને જન્મ આપવાનો છે. એણે બધું જ ધ્યાન બચ્ચા પર કેન્દ્રિત કર્યું. કોઈ અંધુકિયા વગર એણે બચ્ચાને જન્મ આપી દીધો!*
🦌 આ બાજુ.. *વરસાદ પડ્યો, આગ બુઝાઈ. શિકારીએ નિશાન લીધું, ને તીર છોડે ત્યાં તો વીજળીનો કડાકો ને ઝબકારો થયો, એની આંખ અંજાઈ ગઈ. એ હલી ગયો. તીર તો છૂટી ગયું, પણ.. નિશાન ચૂકાયું. તીર હરણીની બાજુમાંથી સડસડાટ કરતુ પસાર થયું. ને તરાપ મારવા કુદેલો સિંહ તીરથી વીંધાઈ ગયો.*
પ્રભુ જેને બચાવવા માંગતા હોય તેને મારવાની તાકાત કોની છે?
_*આ લોકડાઉનનો સમય છે. ચાર દિવાલો વચ્ચે મહિનો તો પૂરો થવા આવ્યો. હવે આગળ શું થશે? શું કરશું? ધંધો-દુકાન બંધ છે. આ બધું વિચારીને હતાશ ને ભયભીત ન બનતા, હિંમત ને હોંશ સાથે અત્યારનો સમય જાળવી લો.*_
_જે સમયને સાચવે છે, સમય તેને સાચવે જ છે!_
🌙 Good Night
*મન મક્કમ રાખ સાથી, મુશ્કેલ છે આસાન,*
*હિંમત તો મારગ દે છે, ખુદ સાગર બલવાન!*
*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો