Aa Paras Mara Potana Lyrics
આ પારસ મારા પોતાના (2)
મારા પોતાના નહી બીજાના...
તમે વામાદેવી ના નંદ ભલે, તમે અશ્વશેન કુલચંદ ભલે,
પણ પારસ મારા પોતાના...
તમે વઢિયાર દેશ નરેશ ભલે, તને પૂજે આખો દેશ ભલે,
પણ પારસ મારા પોતાના...
ભલે રાજા મહારાજા ચરણે નમે, તારા ચોસઠ ઇન્દ્રો ચરણો ચૂમે,
પણ પારસ મારા પોતાના...
તમે વારાણસી ના રાજા ભલે, તમે ત્રણ ભુવન ના મહારાજા ભલે,
પણ પારસ મારા પોતાના...
તારા એકસો ને આઠ નામ ભલે, તારા ગામે ગામ ધામ ભલે,
પણ પારસ મારા પોતાના...
તમે ધરણેદ્ર ના દેવ ભલે, તમે પદમાવતી ના પ્યારા ભલે
પણ પારસ મારા પોતાના...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો