Tamare Ishare Tamari Krupa Thi
(રાગ: તું પ્રભુ મારો હું પ્રભુ તારો)
તમારી જલક તો ખલકના અણુએ, અણું માં ગજબ ની ઝગે છે, ઝગે છે...
પેલા ચાંદ સુરજ સિતારા ગગનમાં, તમારા જ તેજે ચમકતા ગગનમાં ,
તડકતી તડીતને ભભકતા અંગણમાં, બધે જ્યોતિ તારી જલે છે, જલે છે...
વસમી હવામાં ખીલેલા ચમનમાં, પહાડો ખીણો ને વૃક્ષ કુંજ વનમાં,
સરોવર કૂવાઓ ને નદી ઝરણાંમાં, બધે વ્હાલ તારું ઝરે છે, ઝરે છે...
પ્રભુ તારી પાછળ બન્યો હું દીવાનો, તને છોડી ને હું ક્યાંય ના જવાનો,
મને મૂકીને તું ક્યા રે જવાનો, નજર તારી પાછળ ફરે છે, ફરે છે...
જગત ના અણુંએ અણુઓના રાજા, પુકારું તને મારી ભીતર આજા,
મને છોડીને નાથ તું ક્યાંય ના જા, મિલન વિઘન શું નડે છે, નડે છે...
બની માત તું ગોદ માહી રમાડે, બની તાત તું શિખરો એ ચઢાવે,
બની નાથ તું પ્રીત પથ પર ચલાવે, તમારું ચલાવ્યું ચલે છે, ચલે છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો