મંગળવાર, 21 જુલાઈ, 2020

Tara Guno NI Paat Mane તારા ગુણો ની પાટ મને

Tara Guno NI Paat Mane lyrics

તારા ગુણો ની પાટ મને આપ મારા સ્વામી!
મને તારા મારગ તણાં ઓરતા,
તારા ઉજળ તે વેશ મને આપ મારા સ્વામી!,
મને સંયમ ના રંગ તણા ઓરતા...

વીજળી નો ઝબકાર થાય એટલી જ વારમાં, છોડ્યા તે માન અભિમાન,
તુજ ગુણ મેળવવા હું રાજપંથ છોડીને, કાટાળી કેડી ચહું આજ,
આ મૂગજળ ના ભાગ્ય થી છોડાવ મારા સ્વામી!... મને...

ફૂલ ફૂલ ભમતી આ આખો ને એકવાર, ઓળખાવ તારું પારિજાત,
ઠેર ઠેર ઘૂમતા આ ચરણો ને ક્યાંક જઈ, પહોંચાડ આજ તારી વાટ,
આ ભવ ના જ્વાળા ને હવે તોડ મારા સ્વામી!... મને...

તારું સાનિધ્ય મળે, તારો સાથ મને મળે, તારા આશિષ મુજને ગમતા,
તારી આજ્ઞા મળે મારી સાધના ફળે એવા અરમાન હદયે રમતા,
આ સંસાર સાગર તરાવ મારા સ્વામી!... મને...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top