Kankotri Lakhi Dau Lyrics
કંકોતરી લખી દઉં, પ્રભુ તારા નામની,
લિખિતંગ માં કરી દઉ સહી મારા નામની... કંકોતરી...
કંકોતરી મળે કે વળતો જવાબ દેજે;
આવું છું પાછલા પ્રહોરે ઉત્તર માં એવું કેજે,
દીવડો પ્રગટાવ્યો મે તો, કરો પધરામણી... લિખિતંગ...
આવો જો સુરજ થઈ ને અજવાળું આખે આંજુ;
ઝગમગતા તારા નામે મનડાને હું તો માજુ,
છાબો ભરી ને રાખી છલકાતા વ્હાલની... લિખિતંગ...
સૂર્ય ઉદય થી માંડી અમે તો જરુખે બેઠા;
અધીરા થઈ મારગ માથે નજરું કરી ને બેઠા,
કસોટી કરો છો કે શું હૈયા ના ભાવની... લિખિતંગ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો