મંગળવાર, 21 જુલાઈ, 2020

Naiya jukavi me to નૈયા ઝુકાવી

Naiya jukavi me to joje dubi jay na Lyrics


નૈયા ઝુકાવી મે તો જો જે ડૂબી જાય ના,
ઝાખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના...

સ્વાર્થ નું સંગીત ચારે કોર ગાજે,
કોઈ નથી કોઈ નું આ દુનિયા માં આજે,
તન નો તંબુરો જોજે બેસુરો થાય ના...

પાપ ને પુણ્યના ભેદ રે ભૂસાતા,
રાગ ને દ્વેષ આજે ઘરઘર ઘૂંટાતા,
જો જે આ જીવતર માં ઝેર પ્રસરાય ના...

શ્રદ્ધા ના દીવડાં ને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ નું તેલ એમાં પુરજે,
મન ના મંદિરે જો જે અંધારું થાય ના....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top