મંગળવાર, 21 જુલાઈ, 2020

Tara Vina To Kem Jivavu તારા વિના તો કેમ જીવવું

Tara Vina To Kem Jivavu Lyrics


તારા વિના તો કેમ જીવવું મારે નાથ!
નથી ક્યાંય ગમતું તારા વિના,
ક્યારે તું મળશે તારી રાહ જોઉં નાથ!
નથી કોઈ મારું તારા વિના,
તને શોધ્યા કરું, રોજ રોયા કરું,
તારી યાદો થી દીલ ને સજાવ્યા કરું,
તું મારો નાથ!, તું મારો સાથ,
હાથ ઝાલ હવે, સ્વીકાર મને...

મારી જીંદગી નો તું આધાર છે,
તારા વિના જીદગી આ બેકાર છે,
તું તો મારા દીલ નો ધબકાર છે,
એક તું શરણ, રણ માં ઝરણ,
તને ચાહ્યા કરું, તને નીરખ્યા કરું,
જે ગમે તુજને તે બધું હું કરું...

આંખ બંધ થાય ને દેખાય તું,
આંખ ખોલું તો પણ સામે આવે તું,
મારી આશ પાસ બસ તું જ તું,
દુનિયા નો સાર, તું છે મારો પ્યાર,
બધું ખોયા કરું, તને જોયા કરું,
ન ગમે જે તને તે કદી ન કરું...

રાતો ના સપના માં તું આવજે,
સ્મરણો માં તારી યાદ આપજે,
આખો માં આંસુ બની આવજે,
સુણજે તું સાદ, આવે તારી યાદ,
રાહ જોયા કરું, વાટ નીરખ્યા કરું,
એક તારે ભરોસે હું શ્વાસો ભરું...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top