Aankh Mari Ughade Tya Lyrics
આંખ મારી ઉઘડે ત્યાં શંખેશ્વર દેખું,
મંદીર માં બેઠા મારા પારસનાથ દેખું,
પારસનાથ દેખું તો મન હરખાતું,
ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું...
અંતર ની આખો થી દર્શન કરતા,
નયના અમારા નિશદિન ઠરતા,
તારી રે મુરતિયે મારું મન લલચાયું; ધન્ય ધન્ય...
નવણ કરાવીને અંતર પખાણુ,
કેશર ચડાવી મારા કર્મો ને બાળું,
ચંદન ચડાવી મનને શીતળ બનાવુ; ધન્ય ધન્ય...
સોના રૂપા ના ફૂલડે વધાવું,
અંતર થી હું તારી આરતી ઉતારું,
ભવોભવ મારે શરણું તમારું; ધન્ય ધન્ય...
નિશદિન તારા ગુણલા હું ગાઉં,
શિવ મસ્તું સર્વ ની ભાવના હું ભાવું,
જ્યારે જ્યારે યાદ કરું તુજને હું દેખું; ધન્ય ધન્ય...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો