Tamari Bhakti Ho Bhavobhav
(રાગ: દયાસિંધુ દયાસિંધુ)
તમારી ભક્તિ હો ભવોભવ પછી શું માંગવું જિનવર,
કરુણા દ્રષ્ટિ હો મુજપર પછી શું માંગવું જિનવર...
જીવન તંતુ તણા તારે બજાવું સ્નેહ ની વીણા,
તમારા ગીત માં ગુંજે મધુરા ભાવ અંતરના,
બને શાસન રસિક દુનિયા, પછી શું માંગવું જિનવર...
હદય માં તું વચન માં તું, વિચારો માં તું હીઁ વસજે,
નયન માં તું શ્રમણ માં તું, રગેરગ માં તું પ્રભુ રમજે,
ટળે સહુ પાપ તનમન ના પછી શું માંગવું જિનવર...
વામાં દેવી તણાનદંન, શંખેશ્વર પાશ્વ હો વંદન,
પ્રભુ નિષ્કામ નિર્બંધન સ્વીકારો દાસ ના વંદન,
પ્રાણાંતે દાસ હું તારો, પછી શું માંગવું જિનવર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો