મંગળવાર, 21 જુલાઈ, 2020

Devadhi Dev Tana Darshan દેવાધી દેવ તણા દર્શન

Devadhi Dev Tana Darshan lyrics


(રાગ: હોઠો સે છું લો તુમ)
દેવાધીદેવ તણા, દીલ થી દર્શન કરીએ,
એના ગરવા ગુણો નું, ચાલો ગુંજન કરીએ,

આ ભૌતિક સુખો માં, એને કેવલ દુઃખ જોયું,
દુઃખિયા જીવો દેખી, એનુ કોમલ દીલ રોયું,
કરુણા ના ધારક ને, ચાલો વંદન કરીએ... દેવાધીદેવ તણા...

લખ ચોરાશી ભવ માં, જીવ શાને ભટકે છે?
એણે જાણ્યું કે જીવની, પ્રગતિ ક્યાં અટકે છે?
એ પાવન જ્ઞાની નું, ચાલો પૂજન કરીએ... દેવાધીદેવ તણા...

દુઃખ માંથી છૂટવાનો, એને મારગ અપનાવ્યો,
સૃષ્ટિ ના સૌ જીવોને, ની સ્વાર્થ બતલાવ્યો,
એવા પરમાર્થી પ્રભુ ને, હૈયું અર્પણ કરીએ... દેવાધીદેવ તણા...

આ ત્યાગ પરમાત્મા, સૌના ઉપકારી છે,
ઊચા સમ્માન તણા, પૂરા અધિકારી છે,
એના ગુણો ને અપનાવી, સાચું તર્પણ કરીએ... દેવાધીદેવ તણા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top