Uncha Amber thi aavo ne Lyrics
ઊચા અંબર થી આવો ને પ્રભુજી,
દર્શન કરવાને તરસે આંખડી (2)...
સુરજ ને ચાંદલા ના દીવડાં પ્રગટાવ્યા,
ટમટમતા તારલા ને મારગે બિછાવ્યા,
ઊભો રે અધીર હું તો જોઉં વાટલડી,
દર્શન કરવા ને...
આવો તો નયનો માંથી અમીરસ વરસાવજો,
કાપો ને કર્મ અમારા ભક્તિ સ્વીકારજો,
મુખલડું જોવા હું તો થયો ઉતાવળો,
દર્શન કરવાને...
લાખ લાખ દીવડાં થી દેરાસર સજાવ્યું,
હદય સિંહાસન માં આસન બિછાવ્યું,
આવો મારા અંતર માં, પધારો મારા પ્રભુજી,
દર્શન કરવાને...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો