શનિવાર, 25 જુલાઈ, 2020

Jivan Ladai Jiti janara જીવન લડાઈ જીતી જનારા

Jivan Ladai Jiti janara Lyrics


(રાગ: તુમ્હી હો માતા, તુમ્હી પિતા હો)

જીવન લડાઈ જીતી જનારા, પ્રભુ ! તમોને નમન અમારા...

પરાક્રમો ની તમે પ્રતિમા, ચઢાણ કીધા ચરમ ગતી માં,
ગગન ભુમિ ના અમર મિનારા,પ્રભુ ! તમોને નમન અમારા...

તમે દિવાકર તમે સુધાકર, તમે જ ધરતી તમે જા સાગર,
અણુ‌ અણુમા બિરાજનારા, પ્રભુ ! તમોને નમન અમારા...

અમે તમારા ગુણો ગ્રહિશું, તમે કહ્યા તે ધરમ કરીશું,
અમે પ્રવાસી તમે સિતારા, પ્રભુ ! તમોને નમન અમારા...

જીવો દુઃખી તો તમે દુઃખી હો, તમે સુખી જો જીવો સુખી હો,
તમે સહુના ને સહુ તમારા, પ્રભુ ! તમોને નમન અમારા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top