Tujne Joya Karu Lyrics
તુજને જોયા કરું, તારી સન્મુખ રહું,
તારા હોઠ ફફડે, એની રાહ જોઉં છું...
તને મન થી અહરનિષ સમરતો રહું,
તારી આશા માં જુગજુગ થી વાટ જોઉં છું
તારી અમી દ્રષ્ટિ માટે હું તરસ્યા કરું...
જ્યારે ભાવ ભરી ને તારી ભક્તિ કરું,
ત્યારે ઉન્માદે હૈયુ ન સાચવી શકું,
તારી આખો પટપટે એની રાહ જોઉં છું...
કોઈ પર ભવ ની પ્રીત મારી જાગી ગઈ,
તારી ભક્તિ થી બધી ભીતિ ભાંગી ગઈ,
એવી દિવ્ય દ્રષ્ટી દે કે મોક્ષમાર્ગ શોધી લઉં...
મારા આતમ ને માર્ગ ચિંધ, એ જ માંગુ છું,
તારું હૈયું મને ઓળખી લે, એ જ માંગુ છું,
તું બાહો પશારે તો હું સમાઈ જાઉં...
તારા વિરહ અશ્રુ મારા નયને વહે,
ક્યારે દાદા આવી ને મારા આશુ લૂછે,
તું કેમ ના સુણે હું તને રોજ વિનવું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો