મંગળવાર, 21 જુલાઈ, 2020

Tuj Karuna Dhar ma તુજ કરુણાધાર માં

Tuj Karuna Dhar ma Lyrics 


તુજ કરુણા ધાર માં હું, નિત્ય ભીંજાતો રહું,
પાશ્વ શંખેશ્ચર પ્રભુજી, સરણ હું તારું લહુ...

તું જે છે મારું જીવન, તારા વીના ચીત ના ઠરે,
નામ તારું હરપળ, મારા ઊર માં ધબક્યા કરે;
વિયોગ ની વસમી અવસ્થા, કિમ હું જીવિત રહું...

તું વસે છે કેટલે દૂર, હું અહી સબડ્યા કરું,
તું મજેથી મ્હાલતો, હું અહી તહી ભટક્યા કરું;
પ્રાણ પ્યારા નહી મળે તો, આયખું પૂરું કરું....

પ્રિતડી તારી ને મારી, કેટલી ઉમદા હશે,
હરઘડી તુજને ના ભૂલું, કેવા ઋણબંધન હશે;
મનમાં મનાવું ક્યાં સુધી, વિયોગ માં ઝુર્યા કરું...

આશુઓ એક દીવસ મારા, તુજને પીગળાવશે,
આશ છે એવી હદય માં, એક દી મળવા આવશે;
તુજ ભરોષે છે બાળક, એથી વધારે શું કહું...

નોધ :  આ સ્તવન ની રચના મલયભાઇ ઠાકુર શંખેશ્વર વાળા એ કરેલ છે
        આ સ્તવન માં જ્યાં જ્યાં બાળક શબ્દ આવે છે ઓરીજનલ લીરીક્એસ માં દરેક જગ્યા પર મલય શબ્દ લગાવ્યો છે

4 ટિપ્પણીઓ:

  1. Last line Ma Tuj Bharoshe che Balak ni jagyae Tun Bharoshe che Malay aave ,, Aa Stavan ni rachna Malay Bhai Thakur Shankheshwar Vala Ae kareli che so Please Upadate The Lyrics

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રણામ, ધન્યવાદ બાળક જ રાખવું પડે કારણ કે દરેક લોકો આ સ્તવન ગાતા હોય, મલય ભાઈ એ પોતાનું નામ રચના સમયે રાખ્યું હતું , જે રીતે બીજા સ્તવન માં ગુરુદેવ પોતાના નામ રાખતા હોય છે તે જ રીતે

      બાળક શબ્દ દરેક માટે છે માટે રાખ્યો છે

      કાઢી નાખો
    2. આ સ્તવન જેને ગાવું હસે તે બાળક શબ્દ લગાવી દેશે ભાઈ પણ તમે કેમ લગાવો છો googal માં હજારો લોકો આ વસ્તુ search કરે છે તો atleast એ લોકો ને ખબર તો પડવી જોઇએ ને કે આ સ્તવન કોને લખ્યું છે અથવા તો પાછળ એક નાની નોટ નાખી દો કે આ સ્તવન માં મલય શબ્દ આવે છે એની જગ્યા એ મે બાળક શબ્દ લગાવ્યો છે તમે આવી રીતે કોઈ ના નામ નું cradit કેમ હટાવી દો છો

      કાઢી નાખો
  2. Ha bhai tamari vaat barabar che pan je vyakti ae shabdo ni rachna Kari hoy aenu credit to madvu joie ne . Namacharan vagar kai rite khabar pade ke aa rachna koni che

    જવાબ આપોકાઢી નાખો

સ્તવન સર્ચ કરો

Back To Top