Jogi bani ne Chalya Nem kumar Lyrics
દુહો: વાદળ થી વાતો કરે, ઉચો ગઢ ગિરનાર,
પાવન થઈ ડોલી રહ્યો, જ્યારે આવ્યા નેમકૂમાર...
રાજુલ આવી સાથ માં છોડી સકલ સંસાર,
અમર કહાની પ્રેમની ગાઈ રહયો ગિરનાર...
જોગી બની ને ચાલ્યા નેમકુમાર,
ધન્ય બન્યો રે પેલો ગઢ ગિરનાર,
વિચરે જ્યાં વિશ્વના તારણહાર,
ધન્ય બન્યો રે પેલો ગઢ ગિરનાર....
જેને જગ કલ્યાણી લાગી લગન,
જીવનની સાધનામાં મનડું મગન,
અંતરમાં પ્રગટે છે પ્રીતની અગન,
આતમ ઉડે છે એનો ઉચે ગગન (2),
વાયરમાં વહેલી વસંતી બહાર...
એના પ્રાણમાથી પ્રસરે છે એવો પ્રકાશ,
ઉજાળી દીધા છે ધરતી આકાશ,
ભવોભવ ની પ્રીતડી નો બાંધ્યો છે પાશ,
પૂરી છે રાજુલના અંતર ની આશ (2),
મોક્ષે સિધાવ્યા રાજુલ નેમકુમાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો