ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 68

-------------------------------------------------------
_વાંચો, સપરિવાર... એક પિતાની પોતાના પુત્રોને અંતિમ શિખામણ, તમને'ય કામ લાગે એવી..._
-------------------------------------------------------

*અમે નાના હતા ત્યારે, સૂર્ય સામે magnifying glass ધરતા, ને નીચે લાકડું મૂકતા. થોડીક જ વારમાં લાકડું બળતું, ને ધૂમાડા નીકળવા માંડતા. અમને ખૂબ આશ્ચર્ય લાગતું, મજા આવતી. અમે glassનો જાદુ સમજતા. પણ.. એ જાદુ નો'તો, કે નો'તો સૂર્યનો ચમત્કાર. એ હતું માત્ર, સૂર્યના કિરણોનું એક પોઇન્ટ પર ભેગા થવું. તાકાત તો સૂર્ય કિરણોમાં હતી જ, પણ.. કિરણો વિખરાયેલા હતા.*

રાજાનું સૈન્ય ગમે તેટલું બળવાન હોય, ને વિશાળ હોય, પણ.. વિખરાયેલું હોય, તો એ વિજય ન જ મેળવી શકે. *_વિખરાયેલા વિજય ન મેળવી શકે._ કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા કે વિજયી થવા સંગઠન, સંપ, ને.. છૂટા નહીં, પણ.. ભેગા થવું કે રહેવું અનિવાર્ય છે.* આ વાતને વધુ સ્પષ્ટતાથી ને practically સમજવા એક નાનકડી કથા.

🛌🏼 *અંતિમ સમય હતો પિતાનો. ચારે દીકરાઓ-વહુઓ, ને પરિવાર પિતાની પથારીની આસપાસ ઉદાસ ચહેરે, ને ભરાયેલા નયને બેઠો હતો.* બધા જ પ્રભુનું નામ, ને નવકાર મહામંત્ર સંભળાવી રહ્યા હતા. *ત્યાં જ પિતાએ પોતાના બીડાયેલા નયનો ખોલ્યા.* પુત્રો ને પુત્રવધૂઓએ પિતાને હાથ ફેરવ્યો. ને કહ્યું, *"પાણી આપું?"* પિતાએ ના પાડી. *ને ફરી આંખ બંધ કરી દીધી.*

🛌🏼 થોડીક વારે દીકરા-વહુએ જોયું તો, બંધ આંખો નીતરતી હતી. ખામોશી ને ઉદાસી ઘેરી બની. *થોડીક વારે મોટા દીકરાએ પિતાજીને ધીમેથી બોલાવ્યા. પણ.. પિતાએ response ન આપ્યો.* ત્યારે નાના દીકરાએ પિતાજીને હાથ લગાડ્યો. ને પૂછ્યું, *"પિતાજી શું થાય છે?"* પિતાએ આંખ ખોલી. વહુઓએ રૂમાલથી પિતાની આંખો લૂંછી.


-------------------------------------------------------
_એક મિનિટ,_
_*રૂમાલ તો ઘરમાં ઘણા હોય છે, પણ.. કોઈકના આંસુ લૂછવાનું હૃદય તો, ઓછા ઘરોમાં હોય છે. રૂમાલનો વિકલ્પ કપડું છે, હાથ છે, ઘણા છે. પણ.. હૃદયનો વિકલ્પ નથી.*_
-------------------------------------------------------


_વચ્ચે અમસ્તી મસ્તી.._
_*ભગવાન રૂમાલમાં નહીં, હૃદયમાં બેસે છે.*_

🛌🏼 કથા - બધાએ પૂછ્યું, *"બાપુજી! કંઈ કહેવું છે? કંઈ થાય છે? કંઈ જોઈએ છે?"* પિતાજી બોલ્યા, *"ના, બેટા! કંઈ નથી થતું."* "તો પિતાજી! તમારી આંખમાં આંસુ કેમ?" ને દીકરા-વહુ રડી પડ્યા. પિતા કહે, *"બેટા! આંસુ તો હવે તમને છોડીને જાવાની વેળા આવી છે, એટલે મન થોડું અટવાય છે."* ખામોશી ને ઉદાસી ફરી ગાઢ બની.


-------------------------------------------------------
_એક મિનિટ,_
_*જ્યારે કો'ક દીકરા એના બાપને વૃધ્ધાશ્રમમાં મુકવા જતા હશે, ત્યારે શું થતું હશે?*_
_*कहीं ख़ुशी, कहीं खामोशी.. पूरी उदासी..*_
_*એ બાપના દિલ પર જે વીતતી હશે ને, એ તો વીતે ત્યારે જ ખબર પડે. લખે કે કહે, ખબર નો પડે.*_
-------------------------------------------------------


🛌🏼 કથા - દીકરા વહુઓએ કહ્યું, *"બાપુજી! અમારે જોગ કંઈ કહેવા જેવું હોય, તો કહો. બાકી તમે કોઈ ચિંતા ના કરતા. બાની ચિંતા બિલકુલ ના કરતા. જેણે અમને કુખે રાખ્યા છે, એને અમે માથે રાખશું."* _પિતાએ જિંદગીનું અંતિમ સ્મિત ફરકાવ્યું. બાકી જતા પતિ કે પત્નીને પાછળ રહે તેની ચિંતા સહજ થાય જ._ દીકરા વહુઓએ ફરી-ફરી કહ્યું, *"બાપુજી! કંઈ કહેવું હોય તો કહો. અમે તમારી ઈચ્છા પ્રમાણે દાન-પુણ્ય કરશું."*

🛌🏼 ત્યાં જ પિતાજીએ હોઠ ખોલ્યા. ને કહ્યું, *"દીકરા-વહુઓ! મને તમારાથી પૂરો સંતોષ છે. બાની તો મને ચિંતા જ નથી. દીકરા તો છે જ, પણ.. તમે દીકરીથી'ય વિશેષ છો. હું નિશ્ચિંત છું.* તમને મારે કશું જ નથી કહેવાનું રહેતું. *પણ.. તમે બધા આપણા ઘરની બહાર જે બાળવા માટેની લાકડીની ભારી છે, એમાંથી બબ્બે લાકડી લઇ આવો."* દીકરા વહુઓ આઠ લાકડીઓ લઇ આવ્યા.

🛌🏼 પિતાએ કહ્યું, *"હવે બધા એક-એક લાકડીને તોડી નાખો."* બધાએ તોડી નાખી. પિતાએ કહ્યું, *"હવે જે બીજી આઠ છે, એને બાંધીને ભારી બનાવો."* ભારી બની ગઈ. ને પિતાજી બોલ્યા, *"હવે આ ભારીને તોડી દો."* આઠે જણે.. દીકરા-વહુઓએ ખૂબ મહેનત કરી, ભારી ન તૂટી. છેલ્લે કહ્યું, *"બાપુજી! એક-એક કરીને તોડી દઈએ?"*

🛌🏼 પિતા બોલ્યા, *"બેટા! લાકડી જ્યારે છૂટી-છૂટી હોય, ત્યારે તોડવી સહેલી છે. પણ.. એ જો ભેગી થઇ ભારી બને છે, ત્યારે તોડવી ભલભલાને ભારી પડે છે. બેટા! બસ.. ભારી બનીને રહેજો."* ને પિતાએ પુત્રોને જીવનદ્રષ્ટિ આપી, આંખ મીંચી દીધી. પિતાની અંતિમ શીખ.. જીવન બ્રીફ માની પુત્રોએ સ્વીકારી લીધી.

_*કથા તો પૂરી થાય છે. પણ.. મનમાં યાદ શરુ થાય છે. અસીમ ઉપકારી પૂ.ગુરૂદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાની. આજથી 40/45 વર્ષ પૂર્વે, ગીતાર્થ પૂ.ગુરૂદેવશ્રીએ જૈન સંઘોમાં 'જૈનમ્ જયતિ શાસનમ્'ની ઉદઘોષણા કરેલી. ને કહેલું, "સંઘ ઐક્ય ને પરસ્પર નૈકટ્ય અનિવાર્ય છે." યાદ રહે, સંપ ત્યાં જંપ, નહીં તો ધરતીકંપ. ધરતીકંપ બંધ થાય, જો.. .. .. ..*_


*जिसके घर नहीं संप ज़रा सा,*
*उसका देखत लोग तमाशा!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top