મંગળવાર, 21 જુલાઈ, 2020

Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics તું મને ભગવાન એક

Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics 


તું મને ભગવાન ! એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ...
હું જીવું છું એ જગતમાં, જ્યાં નથી જીવન,
જિંદગીનું નામ છે બસ! બોજ ને બંધન,
આખરી અવતારનું, મંડાણ બાંધી દે... જ્યાં વસે છે... 

આ ભૂમિમાં ખૂબ ગાજે, પાપનાં પડઘમ,
બેસૂરી થઈ જાય મારી, પુણ્યની સરગમ,
દિલરૂબાના તારનું ભંગાણ સાંધી દે... જ્યાં વસે છે... 

જોમ તનમાં જ્યાં લગી છે, સૌ કરે શોષણ,
જોમ જાતાં કોઈ અહીંયા, ના કરે પોષણ,
મતલબી સંસારનું, જોડાણ કાપી દે... જ્યાં વસે છે... 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top