શુક્રવાર, 17 જુલાઈ, 2020

Prabhu Abhinandan Parichay પ્રભુ અભિનંદન સ્વામી

Prabhu Abhinandan Swami



🌸પ્રભુ અભિનંદન સ્વામી ને ઓળખો....

➖➖➖➖➖➖➖
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ ત્રણ

(૦૨) જન્મ અને દિક્ષા સ્થળ-અયોધ્યાનગરી

(૦૩) તીર્થંકર નામકર્મ-મહાબલ ના ભવમાં

(૦૪) દેવલોકનો અંતિમ ભવ-જયંતવિમાન

(૦૫) ચ્યવન કલ્યાણક-નક્ષત્ર-વૈશાખ-સુદ-૪ અભિજિતનક્ષત્ર માં

(૦૬) માતા નું નામ-સિધ્ધાર્થા અને પિતાનું નામ-સંવરરાજા

(૦૭) વંશ-ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ

(૦૮) ગર્ભવાસ-આઠમાસ અઠ્ઠાવીસ દિવસ

(૦૯) લંછન-વાંદરો અને વર્ણ -સુવર્ણ

(૧૦) જન્મ કલ્યાણક-મહાસુદ-૨ પુનર્વસુ નક્ષત્ર માં

(૧૧) શરીર પ્રમાણ-૩૫૦ ધનુષ્ય

(૧૨) દિક્ષા કલ્યાણક -મહાસુદ-૧૨ અભિજિત નક્ષત્ર માં

(૧૩) કેટલા જણ સાથે દિક્ષા- ૧૦૦૦ રાજકુમાર સાથે

(૧૪) દિક્ષાશીબીકા-અર્થસિદ્ધાં અને દિક્ષાતપ-છઠ્ઠ

(૧૫) પ્રથમપારણુંનું સ્થાન-અયોધ્યા નગરીમાં ઇન્દ્રદત્તે પરમાન્ન થી પારણું કરાવ્યું

(૧૬) છદ્મસ્થા અવસ્થા માં અઢાર વર્ષ રહ્યા

(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક-તપ-છઠ્ઠ પ્રિયંગુવ્રુક્ષની નીચે અયોધ્યાનગરી માં પોષ-૧૪ અભિજિત નક્ષત્ર માં

(૧૮) શાશનદેવ-યક્ષનાયક અને શાશનદેવી-કાલિકાદેવી

(૧૯) ચૈત્ય વ્રુક્ષ ની ઉંચાઈ-બે ગાઉં અને ૨૦૦ ધનુષ્ય

(૨૦) પ્રથમ દેશના નો વિષય-અશરણ ભાવના

(૨૧) સાધુ -૩૦૦,૦૦૦ અને સાધ્વી-અજિતા આદિ-૬૩૦૦૦૦

(૨૨) શ્રાવક - ૨૮૮૦૦૦ અને શ્રાવિકા- ૫૨૭૦૦૦

(૨૩) કેવળજ્ઞાની-૧૪૦૦૦, મન:પર્યાવજ્ઞાની-૧૧૬૫૦ અને અવધિજ્ઞાની-૯૮૦૦

(૨૪) ચૌદપૂર્વધર-૧૫૦૦ અને વૈક્રિય લબ્ધિઘર-૧૯૦૦૦ તથા વાદી-૧૧૦૦૦

(૨૫) આયુષ્ય-૫૦ લાખ પૂર્વ

(૨૬) નિર્વાણ-કલ્યાણક-વૈશાખ-સુદ-૮ પુષ્યનક્ષત્ર માં

(૨૭) મોક્ષ-સમેતશિખર,મોક્ષતપ-માસક્ષમન અને મોક્ષાસન-કાર્યોત્સર્ગાસન

(૨૮) મોક્ષ-૧૦૦૦ સાધુ સાથે

(૨૯) ગણધર-વજ્રનાભ આદિ-૧૧૬

(૩૦) શ્રી સુમતિનાથ પ્રભુ નું અંતર-નવલાખ કોટી સાગરોપમ

🎋પ્રભુ અભિનંદન સ્વામીની વિશેષતા...

➖➖➖➖➖➖➖
👉પ્રભુના સહુથી વધુ ૧૧૬ ગણધર હતા.

👉દાદાની સમેત શિખરની મોક્ષ ટૂંક ઉપર આજેય એમનું લંછન કપિ એટલે કે વાંદરા હાજર હોય છે.

👉પ્રભુના શાસનમાં શ્રાવકો કરતા સાધુઓ અને શ્રાવિકાઓ કરતા સાધ્વીઓની સંખ્યા વધુ હતી.

👉દાદાના સમયમાં યતિ ધર્મી સાધુઓ હતા, જે આજેય વિચરે છે.

🌸શ્રી અભિનંદન સ્વામી

➖➖➖➖➖➖➖➖➖

ચોથા આરાના પૂર્વાર્ધમાં અયોધ્યા નગરી પર શ્રી સંવર નામના રાજા તેમના સંસ્કારી રાણી શ્રી સિદ્ધાર્થા સાથે રાજ કરતા હતા. વૈશાખ સુદ ૪ના રાત્રે જ્યારે ચંદ્ર અભિજિત નક્ષત્રમાં હતો ત્યારે રાણી શ્રી સિદ્ધાર્થાએ ૧૪ ભવ્ય સ્વપ્ન જોયાં. રાજાશ્રી સંવરે તેમને સમજાવ્યું કે તેઓને મહાન અને પવિત્ર આત્મા જે સંસારમાં તિર્થંકર થવાના છે, તેનો ગર્ભપ્રવેશ થયો છે.

(ચ્યવન કલ્યાણક)
જંબુદ્વિપના પૂર્વવિદેહમાં મગલાવતી વિજયમાં રત્નસંચયા નામની નગરી પર શ્રી મહાબલ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહા પરાક્રમી, દાન, શીલ, તપ, ભાવ, આત્મ જાગૃતિ જેવા ગુણ ધરાવતા હતા. સમય જતાં તેમણે સંસાર ત્યાગી મહામુનિ શ્રી વિમલચંદ્રજી પાસે દીક્ષા અંગીકાર કરી, ઉગ્ર તપની આરાધના શરૂ કરી. તેઓ તિરસ્કાર અને કષ્ટમાં પોતાનું હિત જોતા, પ્રશંસા આદર અને સત્કાર માટે પોતાને અયોગ્ય ગણતા. આમ ખૂબ ઉચ્ચ દૃષ્ટિભાવથી તેમણે કરેલ ઉગ્ર તપથી તિર્થંકર નામ કર્મ ગોત્ર બાંધ્યું. લાંબા આયુષ્યનાં અંતે વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થઈ, ૨૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી. તે પવિત્ર આત્માએ રાણી શ્રી સિદ્ધાર્થાના ગર્ભમાં પ્રવેશ કર્યો. 

(જન્મ કલ્યાણક)
મહા સુદ-૨નાં રાણી શ્રી સિદ્ધાર્થાએ સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અયોધ્યામાં ચારે તરફ અભિનંદનની લાગણી ફેલાતાં બાળકનું નામ શ્રી અભિનંદન પાડવામાં આવ્યું. સ્વર્ગથી પધારી દેવોએ તિર્થંકર જન્મોત્સવની ઉજવણી કરી.

(દીક્ષા કલ્યાણક)
૧૨.૫ લાખ પૂર્વ સુધી તેઓ રાજકુમાર તરીકે રહ્યા બાદ રાજા શ્રી સંવરે રાજ્યાભિષેક કરી તેમને ગાદી સોંપી અને પોતે દીક્ષા અંગીકાર કરી. ૩૬.૫ લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ સુધી રાજ્ય ચલાવી, તેમણે સંસાર ત્યાગી દીક્ષા અંગીકાર કરવાનું નક્કી કર્યું. મહા સુદ ૧૨ના ચંદ્ર જ્યારે અભિજિત નક્ષત્રમાં હતો, છઠ્ઠ તપની આરાધનામાં રહી ૫ મુષ્ટિ લોચ કરી શ્રી અભિનંદન સ્વામીએ પ્રવજ્યા ધારણ કરી. શક્રએ સ્વર્ગથી પધારી તેમના લોચ કરેલા વાળને ક્ષીરસાગરમાં વહાવ્યા. જન્મથી ત્રણ જ્ઞાન ધરાવતા શ્રી અભિનંદન સ્વામીએ દીક્ષા ગ્રહણ કરતાં મનઃપર્યવ જ્ઞાન પ્રગટ થયું. 

(કેવલજ્ઞાન કલ્યાણક)
રાજા શ્રી ઈન્દ્રદત્તે ખીરથી છઠ્ઠ તપનું પારણું કરાવ્યા બાદ ૧૮ વર્ષ સુધી મુનિશ્રી અભિનંદન સ્વામીએ ગામે ગામ વિહાર કરી, ધર્મનો ફેલાવો કર્યો. પોષ સુદ ૧૪ના સહર્ષામ્રવનમાં પ્રિયલ વૃક્ષ નીચે ધ્યાનની મુદ્રામાં ચંદ્ર જ્યારે અભિજિત નક્ષત્રમાં હતો ત્યારે શ્રી પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ૬૪ ઈન્દ્રોએ સ્વર્ગથી આવી ૧ યોજનમાં સમોવસરણની રચના કરી, શ્રીપ્રભુને સિંહાસન પર બિરાજમાન કર્યા, શક્રએ શ્રીપ્રભુની સ્તુતિ કરી અને પ્રથમ દેશના આપવાની વિનંતી કરી.

👉અશરણ ભાવ
સંસારમાં જન્મથી મનુષ્ય કોઈને કોઈ વ્યવસ્થામાં પોતાનું શરણ શોધે છે. માતા, પિતા, ભાઈ, પુત્ર, પતિ, પત્ની, મિત્ર, સ્વજન, પરિજન વગેરેમાં પોતાની સલામતી જુએ છે, પરંતુ માત્ર મનુષ્ય જ નહિ, ઈન્દ્ર, ઉપેન્દ્ર વગેરે પણ કાળના મુખથી પોતાને બચાવી શકતા નથી અને મૃત્યુ પામે છે. શક્તિ, અષ્ટાંગ આયુર્વેદ, સંજીવની પણ યોદ્ધા કે રાજાને મૃત્યુથી બચાવી શકતાં નથી. ધર્મ પણ મનુષ્ય કે મુનિને મૃત્યુથી બચાવી શકતો નથી. આમ જેનો જન્મ થયો છે. તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. આમ જન્મ ચક્રનો અંત આવે તે માટે ધર્મના માર્ગે અક્ષય સુખ ભંડાર મોક્ષની પ્રાપ્તિ એ જ એક માત્ર મુક્તિનો માર્ગ છે.

સંસારના સમય, સંજોગ, સ્થિતિ, ગરજ, જરૂરિયાત, કુળ, સલામતી માટે કોઈને શરણે જવાને બદલે આત્માએ પોતાના ઉર્ધ્વગમનની ગતિ પ્રાપ્ત કરવા, ઉચ્ચ કાર્ય કરી અભિનંદનને પાત્ર થવું જોઈએ. 

આમ અશરણમ્‌વાદના સિદ્ધાંતથી આત્મા સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારને સ્થાપિત કર્યો. પ્રત્યેક આત્મા ઉચ્ચ કાર્ય થકી ઉર્ધ્વગમન કરી અભિનંદનને પાત્ર બની શકે છે. આમ શ્રીપ્રભુએ જન્મ, મરણ, શાશ્વત અને આત્મ સ્વાતંત્ર્યની સંસારને સમજ આપી, ધર્મનો માર્ગ પ્રશસ્થ કર્યો. અને પ્રત્યેક આત્મા અભિનંદનને પાત્ર બની શકે, તેવો અશરણમ વાદનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. તેમની દેશનાથી પ્રેરાઈને ગણધરશ્રી વજ્રનાભે સહિત ૧૧૬ ગણધરો, અનેક શ્રાવક, શ્રાવિકા સાથે ધર્મ અંગિકાર કરતાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. આમ તેઓ તિર્થંકર શ્રી અભિનંદન સ્વામીકહેવાયા.

(મોક્ષ કલ્યાણક)
,૦૦,૦૦૦ સાધુ, ,૩૦,૦૦૦ સાધ્વીઓ, ,૮૦૦ અવધિજ્ઞાની, ,૫૦૦ ચૌદ પૂર્વી, ૧૧,૬૫૦ મનઃપર્યવ જ્ઞાની, ૧૧,૦૦૦ વાદલબ્ધિધારી, ૨૮,૮૦૦૦ શ્રાવકો અને ૫,૨૭,૦૦૦ શ્રાવિકાઓના મહાન સંઘની સ્થાપના કરી, ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાગ અને ૧૮ વર્ષ ઓછો જેટલી પ્રવજ્યા પાળી શ્રીપ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા. વૈશાખ સુદ આઠમના ચંદ્ર જ્યારે પુષ્પ નક્ષત્રમાં હતો, ત્યારે ૧ માસના અનશનના અંતે ૮ કર્મનો ક્ષય કરી, નિર્વાણ પામી સિદ્ધ થયાં. શ્રી સંભવનાથ સ્વામીના નિર્વાણ બાદ ૧૦ લાખ કરોડ સાગરોપમના અંતે શ્રી અભિનંદન સ્વામીએ શાશ્વત સ્થાન પ્રાપ્ત કર્યું. દેવો અને ઈન્દ્રોએ પ્રભુનો નિર્વાણ ઉત્સવ ઉજવ્યો. 

હાલે સિદ્ધશિલામાં બિરાજતા શ્રી અભિનંદન સ્વામીને મારા કોટી કોટી વંદન હોજો....🙏

(સાભાર-કચ્છ ગુર્જરી)


➖➖➖➖➖➖➖➖➖

Prabhu Abhinandan


👆પ્રભુ અભિનંદન સ્વામીનાં ૪ કલ્યાણકો અયોધ્યામાં થયા છે


શ્રી સમેતશીખરજી ૨૦ તીર્થંકરોના ૨૦ કલ્યાણકોની ભૂમિ છે. તેમ અયોધ્યા ૫ તીર્થંકરોના ૧૯ કલ્યાણકોની ભૂમિ છે. છતાં પણ આ તીર્થ પ્રત્યે દુર્લક્ષ સેવાઇ રહ્યું છે...આ તીર્થના દર્શનાથે જૂજ લોકોજ જઈ રહ્યા છે.....

સામાન્ય અયોધ્યાનું નામ આવે તો પ્રથમ પ્રભુ રામનું સ્મરણ થયા વિના રહે નહીં એમની જન્મભૂમિ છે. પણ સાથે સાથે આ વાતને ખાસ ધ્યાય રાખવુ કે આ ૧૯ કલ્યાણકોની પણ ભુમિ છે...

વર્તમાન ચોવીસીના ૫ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ ના ૩ કલ્યાણક (ચ્યવન-જન્મ-દીક્ષા) તેમજ શ્રી અજિતનાથ પ્રભુ, શ્રી અભિનંદન પ્રભુ, શ્રી સુમતિનાથ પ્રભુ અને શ્રી અનંતનાથ પ્રભુના ૪ કલ્યાણકો (ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન) કલ્યાણકો થયા છે. આમ (૩+૪+૪+૪+૪=૧૯) કલ્યાણકોની ભૂમિ છે...

આ તીર્થની યાત્રા કરવી બહુજ સહેલી છે...એકજ જિનાલયમાં પ્રવેશતા ૧૯ કલ્યાણકોના દર્શન વંદન થઈ જાય છે.....

આ જિનાલય સરયૂનદીના કિનારે અયોધ્યાના કતારા મહોલ્લામાં આવેલું છે. આ જિનાલયમાં અજિતનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. અને બહાર ૪ બાજુ અલગ અલગ ભગવાનના કલ્યાણકની સ્મૃતિ આપતી ૪ દેરીઓ છે....અહીં પ્રભુ અભિનંદન સ્વામીના પગલા સાથે 👆ઉપરોક્ત પ્રતિમા પણ પ્રતિષ્ઠિત છે....

નજીકમાં ૨૭ કિલોમીટરના અંતરે જ્યાં પ્રભુ ધર્મનાથના ૪ કલ્યાણકો થયા છે તેવું રત્નપૂરી વસેલું છે.....

અયોધ્યા જવા માટે નજીકનું રેલવે સ્ટેશન ૭ કિલોમીટર દૂર ફૈઝાબાદ છે. મુંબઈ લોકમાન્ય તિલક રેલવે સ્ટેશનથી ફૈઝાબાદ જવા માટે 11067 સાકેત એક્સપ્રેસ બુધવારે અને શનિવારે ટ્રેન ઉપલબ્ધ છે...

આ તીર્થમાં ભોજનશાળા તથા રહેવાની સગવડ છે.
➖➖➖➖➖➖➖➖➖

sametshikhar

👆શ્રી સમેતશિખરજીની શ્રી આનંદગિરી ટૂંક પરથી પ્રભુ અભિનંદન સ્વામીનું નિર્વાણ થયું છે

➖➖➖➖➖➖➖➖➖
વર્તમાન ચોવીસીના ચોથા તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન પ્રભુના ચાર કલ્યાણકો અયોધ્યામાં થયા છે નિર્વાણ કલ્યાણક શ્રી સમેતશિખર પરથી થયું છે...

શ્રી અભિનંદન પ્રભુ એક હજાર મુનિવરો સાથે સમેતશિખરની ૧૮મી શ્રી આનંદગિરી ટૂંક પરથી કાઉસગ્ગ મુદ્રામાં અનશન કરીને એક મહિનાના અંતે વૈશાખ સુદ ૮ના દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા હતા....

આ ટૂંક પરથી કુલ  ૭૩ ક્રોડાક્રોડી ૭૦ ક્રોડ ૧૭ લાખ ૪૨ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા હતા તે સૌને નમો સિદ્ધાણં

આ ટૂંકની જાત્રા કરવાથી ૧ લાખ પૌષઘોપવાસનું ફળ મળે છે.

ૐ હ્રીં શ્રી અભિનંદન સ્વામી પારંગતાય નમઃ

બોલો બોલો શ્રી અભિનંદન ભગવાનની જય.....🙏
➖➖➖➖➖➖➖➖➖


🏵️શ્રી અભિનંદન ભગવાનના ચૈત્યવંદન,સ્તુતિ,થોય 

➖➖➖➖➖➖➖➖
ચૈત્યવંદન

નંદન સંવર રાયના, ચોથા અભિનંદન
કપિ લંછન વંદન કરો, ભવ દુઃખ નિકંદન...(૧)

સિદ્ધાર્થ જસ માવડી, સિદ્ધારથજિન રાય;
સાડા ત્રણશેં ધનુષમાન, સુંદર જસ કાય...(૨)

વિનીતા વાસી વંદેયે એ, આયુ લાખ પચાસ;
પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ...(૩)

સ્તુતિ

અભિનંદન ચંદન વંદીએ
ભવના સવિ તાપ હરીયેજી
શિવસંપત્તિ કરગત કીજીયે
નિજ સમકિત શુદ્ધ કરીયેજી

થોય

સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો,
થયો હીરો જાચો, મોહન દેઈ તમાચો;
પ્રભુ ગુણ ગણ માચો, એહના દયાને રાચો,
જિન પદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો.


👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૧


🎧 અભિનંદન પ્રભુજી વિનવું, વારો કરમોનો આ વાર રે...


અભિનંદન પ્રભુજી વિનવું, વારો કરમોનો વાર રે
હું છું કરમોથી પીડિયો,લાગ્યો હવે તારે લાલ રે...અભિનંદન(૧)

તમે સુખધારી છો સાહિબા, મારે નહીં દુઃખનો પાર રે,
જો નવિ આશ્રિતને ઉદ્ધારો, તો ક્યાં કરવો પોકાર રે ?...અભિનંદન(૨)

જો સુખ પામી, નવિ સુખ દિયે, થઈ દુઃખી ગરીબનિવાજ રે
તો પછી સુખીયાપણું પ્રભુ, કહો આવે તે શા રે કાજ રે ?...અભિનંદન(૩)

પ્રભુ તુમ નામના વર્ણમાં, રહ્યો ખુશ કરવાનો અર્થ રે
જો દિન અરજ નવિ ધારશો, તો તે થાશે નિરર્થ રે...અભિનંદન(૪)

શ્રવણથકી મેં સાંભળ્યું, તે તાર્યા લોક અનેક રે;
એ લાલચથી હું આવીયો, ધરી તુમ ચરણોની ટેક રે...અભિનંદન(૫)

આશ પુરો પ્રભુ માહરી, હવે નહિ કરશો નિરાશ રે;
આત્મ કમલ મુજ ખોલીને, કરજો લબ્ધિ પ્રકાશ રે...અભિનંદન(૬)


👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૨


🎧 નિર્મલ જ્ઞાન ગુણે કરી જી, તું જાણે જગભાવ...


નિર્મલ જ્ઞાન ગુણે કરી જી, તું જાણે જગભાવ;
જગહિતકારી તું જયો જી, ભવજલતારણ નાવ, જિનેશ્વર,સુણ અભિનંદન જિણંદ, તુમ દરિસણ સુખકંદ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ...(૧)

તુજ દરિસણ મુજ વાલહું રે, જિમ કુમુદિની મન ચંદ;
જીમ મોરલો મન મેહલોજી, ભમરા મન અરવિંદ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ...(૨)

તુજ વિણ કુણ છે જગમાં રે, જ્ઞાની મહા ગુણ જાણ;
તુજ ધ્યાયક, મુજ મહેરથીજી, હિત કરી દયો બહુમાન.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ...(૩)

તુજ હેતથી મુજ સાહિબાજી, સીજે વાંછિત કાજ;
તિણ હેતે તુજ સેવીયેજી, મહેર કરો મહારાજ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ...(૪)

સિદ્ધારથા ઉર હંસલોરે , સંવર નૃપ કુલ ભાણ;
કેશર કહે તુજ હેતથીજી, દિન દિન કોડી કલ્યાણ.
જિનેશ્વર, સુણ અભિનંદન જિણંદ...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૩


🎧 હે સાહેબા મારા..અભિનંદન જિનરાજ રે...


સાહેબા મારા..અભિનંદન જિનરાજ રે..સાહિબ સાંભળો રે લોલ

સાહિબા મારા..સૂર સેવિત તુમ પાય રે..સાહિબ સાંભળો રે લોલ
સાહિબા મારા..(૨) હે અંતર્યામી ! સેવક મનડાની વાત રે,કહું તો સુનો અવતાર રે...લોલ...(૧)

સાહિબા માર..(૨) હે પ્રીતમ મારા મોટા જનશું છે પ્રીતરે,કરવી તે ખોટી રીત છે રે...લોલ
સાહિબા મારા..(૨) અમ મનમાં તુ એક રે.,અમસમ તુમને અનેક રે...લોલ...(૨)

સાહિબા મારા..(૨) વીતરાગી મારા ! નિરાગીશું નેહ રે,છટકી ને દેવે છેહને રે...લોલ
સાહિબા મારા..(૨) શી ધરવી પ્રીત તે સાથરે તે નિષ્ફળ ગગને બાથ છે રે...લોલ...(૩)

સાહિબા મારા..(૨) પ્રભુજી મારા ! પણ મોટાની સેવ રે,નિષ્ફળ ન હોવે કદૈવ રે લોલ
સાહિબા મારા..(૨) મુજ ઉપર ભગવાન રે,તુમે હોજો મહેરબાન રે...લોલ...(૪)

સાહિબા મારા..(૨) સ્વામી મારા ! તપગચ્છમાં શિરતાજ રે,શ્રી વિજય પ્રભ સૂરિ રાજ રે...લાલ
હે સાહિબા મારા..(૨) પ્રેમ વિબુધ પસાય રે, ભાણ નમે તુમ પાય રે...લોલ...(૫)


👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૪


🎧 અભિનંદન અરિહંતજી રે લોલ, સાંભળો ચતુર સુજાણ...


અભિનંદન અરિહંતજી રે લોલ, સાંભળો ચતુર સુજાણ મોરા
હે મોરા સાહેબજીરે, હવે નહિ સેવું બીજા દેવને રે લોલ
હે તું લાગે મુજને ઘણોરે લોલ, વાલહો જીવન પ્રાણ મોરા...(૧)

તું સમરથ શિર માહરે રે લોલ, તારણ તરણ જહાજ મોરા...
જે કોઇ તુજ પદ આશ્રયા રે લોલ, તેણે લહ્યા અવિચળ રાજ મોરા...(૨)

કાળ અનાદિ અનંત નો રે લોલ, હું ભમ્યો ભવની રાશ મોરા...
ઉરધ અરધ તિરછી ગતેં રે લોલ, વસિયો મોહ નિવાસ મોરા...(૩)

મેં અપરાધ કર્યો ઘણા રે લોલ, કહેતાં નાવે પાર મોરા...
હવે તુજ આગળ આવીયો રે લોલ, મુજ ગરીબને તાર મોરા...(૪)

પારંગત પરમેશ્વરૂ રે લોલ, ભગતિ વત્સલ પ્રતિપાળ મોરા...
શ્રી અખયચંદ સૂરીશનો રે લોલ, શિષ્ય નમે ખુશિયાળ મોરા...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૫


🎧 પ્રભુ ! તેરે નયનકી બલિહારી...


નયનકી....નયનકી બલિહારી પ્રભુ ! તેરે નયનકી બલિહારી....
ઓ..યાકી શોભા વિજીત તપસા, કમલ કરતુ હૈ જલચારી
વિદ્યુકે શરણ ગયો મુખ-અરિકે, વનથેં ગગન હરિણ હારી...પ્રભુજી...(૧)

સહજહિ અંજન મંજુલ નિરખત, ખંજન ગર્વ દિયો દારી
છીન લહી હૈ ચકોરકી શોભા, અગ્નિ ભખે સો દુ:ખ ભારી...પ્રભુજી...(૨)

ચંચલતા ગુણ લીયો મીનકો, અલિ જયું તારી હે કારી
ક્હુ સુભગતા કેતિ ઇનકી, મોહી સબહી અમરનારી...પ્રભુજી...(૩)

ઘુમત હૈ સમતા રસ માતે, જૈસે ગજવર મદવારી;
તીન ભુવનમેં નહી કોઈ નીકો, અભિનંદન જિન અનુકારી...પ્રભુજી...(૪)

મેરે મન કો તું હી રૂચત હૈ, પરે કોણ પરકી લારી;
તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે  છબી દયો ઉતારી...પ્રભુજી...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૬


🎧 તારો મોહે સ્વામી ! શરણ તુમ આયો...


તારો મોહે સ્વામી ! શરણ તુમ આયો...!
કાળ અનંતા નંત ભમત મેં, અબ તુમ દરિસણ પાયો...તારો(૧)

તુંમ શિવ નાયક સબ ગુણ ક્ષાયક', નાયક બિરૂદ ઘરાયો...
લાયક જાણી પ્રાણ-મન ભાયો પાય કમળ ચિત્ત લાયો...તારો(૨)

તું હી નિરંજન જન-મન રંજન, ખંજન નૈન સુહાયો...
ગુણ વિલાસ પ્રભુ જિન અભિનંદન, વંદનકું લલચાયો...તારો(૩)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૭

🎧 અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા...


અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા
યે દુનિયા દુઃખ કી ધારા, પ્રભુ ઈનસે કરો નિસ્તારા...અભિનંદન...(૧)

હું કુમતિ કુટિલ ભરમાયો, દુરિત કરી દુઃખ પાયો;
અબ શરણ લીયો હે થારો, મુજે ભવજલ પાર ઉતારો...અભિનંદન...(૨) 

પ્રભુ શીખ હૈયે નવિ ધરી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી;
ઈન કર્મો કી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી...અભિનંદન...(૩)

તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો;
મેરી અરજીનો એક દાવો, ઈણ દુઃખસે ક્યું ન છુડાવો...અભિનંદન...(૪)

મેં વિરથા જનમ ગુમાયો, નહીં તન ધન સ્નેહ નિવાર્યા
અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી...અભિનંદન...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૮

🎧 અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !...


અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !
મત મત ભેદે રે જો જઈ પૂછીયેં રે,સહુ થાયે "અહમેવ"...અભિનંદન જિન...(૧)

સામાન્યે કરી દરિસણ દોહિલું રે, નિર્ણય સકળ વિશેષ
મદમેં ઘેર્યો રે અંધો કિમ કહે રે? રવિ શશિ રૂપ વિલેષ...અભિનંદન જિન...(૨)

હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઇયેં રે, અતિ-દુર્ગમ નય-વાદ
આગમ-વાદે હો ગુરૂ-ગમ કો નહીં રે, એ સબળો વિષવાદ...અભિનંદન જિન...(૩)

ઘાતી-ડુંગર આડા અતિઘણા રે, તુજ દરિસણ જગનાથ !
ધીઠાઈ કરી મારગ સંચરું રે, સેંગૂ કોઈ ન સાથ...અભિનંદન જિન...(૪)

"દરિસણ"-"દરિસણ" રક્તો જો ફિરૂં રે, તોરણ રોજ સમાન
જેહને પિપાસા હો અમૃત-પાનની રે, કિમ ભાંજે વિષ-પાન...અભિનંદન જિન...(૫)

તરસ ન આવે હો મરણ-જીવન તણો રે, સીઝેં જો દરિસણ કાજ
દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી રે, આનંદઘન મહારાજ...અભિનંદન જિન...(૬)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૦૯

🎧 સખી ! મોંનૈ દેખણ દેઈ ! મોરો મન!...


સખી ! મોંનૈ દેખણ દેઈ ! મોરો મન મોહ્યો ઈણ મૂરતિ
કરવા જન્મ પવિત્ર, જોઈસ પ્રભુ સુરતિ...(૧)

પ્રકટ્યો પૂરવ નેહ, અટક્યો મન છુટે નાહીં
ભટક્યો ભવ ભવ માંહી, પુણ્ય યોગિ પાયો કહી...(૨)

લગીય કમલસ્યું પ્રીતિ, સો કયું રાચઈ ધતુરસૌ
આનંદાયક દેવ, પર ભીજૈ પ્રેમ પૂરસ્યું... (૩)

ભેટ્યાં ભાંજે ભૂખ, દુઃખ મિટે સહુ દેહના 
સંવર સૂતની છોડિ, મણાવડા હો જે કેહના...(૪)

અણદીઠા અકુલાય દીઠાં દુરિ હુવૈ ન સકઈ
મનમોહન જિનરાજ, પખંઈ રહે છંઈ કે...(૫) 

દેખી સખી! પ્રભુ દેહ, લજિત લાવનિમા લહે
સાસ અને પરસેવ, પુષ્પ પરાગજયું મહમહે...(૬) 

અભિનંદન ! અવધારિ, પ્રાર્થના એ લહલહૈ
જો પ્રભુ ! ધરસ્યો ચિત્ત, તો સઘળી વાતાં સહસહૈ...(૭) 

પુરા છો પરમેશ, પૂરાહી સુખ દીજીયે ઋષભસાગર કહે સ્વામી, બિરૂદ વડાઈ લિજીયે...(૮)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૦

🎧 તુજ ગુણ કમળ પરાગ સુગંધી!...


તુજ ગુણ કમળ પરાગ સુગંધી, મુજ મન મધુપ રહ્યો મનબંધી
સાહેબા ! મુજ અરજ સુણીજે, જીવના ! કંઈ મેહેર કરીજે, મોહના ! માનોજી

અમૂલ બહુલ પરિમલનો લોભી...
થઈ એકચિત્તે રહ્યો થિર થોભી...સાહિબા...(૧)

નીંબ કણયર સમાન ઘણેરા, છંડી દેવ અનેક અનેરા... 
વિકસિત પંકજ સરસ પરાગે, કરે ઝંકારી સદા મનરાગે...સાહિબા...(૨)

અધિક સૌરભ દેખાડી સૂધો, ચપળ ભમર મુજ મન વશ કીધો...
લેવા ગુણ મકરંદનો લાહો, આઠે પહોર ધરી ઉમાહો...સાહિબા...(૩)

ટેક ધરી મન મોટી આશે મુજરો કરી માંગું પ્રભુ પાસે...
ગુણ પંકજ મંજરી હિત આણી, પ્રભુજી ! આપો પોતાનો જાણી...સાહિબા...(૪)

પામી ત્રિભુવન નાથ નગીનો, ભેદ તજી રહુ અહો નિશિ ભીનો...
સાહિબ અભિનંદન શોભાગી, હંસરત્ન મને એ લય લાગી...સાહિબા(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૧

🎧 અભિનંદનજીન વંદીએ, ગુણ ખાણી રે!...


અભિનંદનજીન વંદીએ...ગુણ ખાણી રે... 
અતિ ઘણો ઉલટ આણી...સુણો ભવિ પ્રાણી રે...અભિનંદન...

પુરૂષાર્થ ચ્યાર સાધિયા...ગુણ ખાણી રે...
જાણી ચ્યાર પ્રકાર...સુણો ભવિ પ્રાણી રે...(૧)

ચંચળપણું મુજથી ઘણું...ગુણ ખાણી રે...
તેં વશ કીધું મન્ન...સુણો ભવિ પ્રાણી રે...(૨)

ઈમ જાણી કપિ પદે રહ્યો...ગુણ ખાણી રે...
લંછન મિસ તે ધન્ન...સુણો ભવિ પ્રાણી રે...(૩)

સંવરનૃપનો બેટડો...ગુણ ખાણી રે...
સંવર કરે નિરૂપાય...સુણો ભવિ પ્રાણી રે...(૪)

તેહમાં અચરિજ કો નહિં...ગુણ ખાણી રે...
સિદ્ધારથા જસ માય...સુણો ભવિ પ્રાણી રે...(૫)

નંદનવનમાં જિમ વસે...ગુણ ખાણી રે...
ચંદન સુરત રૂવંદ...સુણો ભવિ પ્રાણી રે...(૬)

તિમ તુમ તનુમાં સોહીયે...ગુણ ખાણી રે...
અતિશય અતુલ અમંદ...સુણો ભવિ પ્રાણી રે...(૭)

ચોથા જિનને સેવતાં...ગુણ ખાણી રે...
લહીયે ચોથો વર્ગ...સુણો ભવિ પ્રાણી રે...(૮)

ન્યાયસાગર પ્રભુની કૃપા...ગુણ ખાણી રે...
એહ સભાવ નિસર્ગ...સુણો ભવિ પ્રાણી રે...(૯)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૨

🎧 તુમ્હે જોજ્યો જોજ્યો રે, વાણીનો પ્રકાશ...તુમ્હે!...


તુમ્હે જોજ્યો જોજ્યો રે, વાણીનો પ્રકાશ...તુમ્હે...

ઊઠે છે અખંડ ધ્વનિ, જોજને સંભળાય
નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય...તુમ્હે...(૧)

દ્રવ્યાદિક દેખી કરીને, નય નિક્ષેપે જૂત્ત
ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભૂત...તુમ્હે...(૨)

વય સુધા ને ઈક્ષુ વારિ, હારી જાયે સર્વ
પાખંડી જન સાંભળીને, મુકી દિયેં ગર્વ...તુમ્હે...(૩)

ગુણ પાંત્રીશ અલંકારી, અભિનંદન જિન વાણી
સંશય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી...તુમ્હે...(૪) 

વાણી જે નર સાંભળે તે, જાણે દ્રવ્ય ને ભાવ
નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ-પર ભાવ...તુમ્હે...(૫) 

સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર
હેય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર...તુમ્હે...(૬)  

નરક સ્વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યવ ને ઉત્પાદ
રાગ-દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ...તુમ્હે...(૭)   

નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ
ચિદાનંદ ઘન આતમ ને, થાયે જિન ગુણ ભૂપ...તુમ્હે...(૮)   

વિનયથી જિન ઉત્તમકેરા, અવલંબે પદ પદ્મ
નિયમા તે પર ભાવ તજીને, પામે શિવપુર સદમ...તુમ્હે...(૯)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૩

🎧 તેરે નેનોંકી મેં બલિહારી!...


તેરે નેનોંકી મેં બલિહારી, માનું વચન છકી સમતા મતવારી..તેરે...

ચંચલતા ગતિ મીનકી હારી, અંજન વાર હજાર ઉવારી... તેરે...(૧)

જીતી ચકોરકી શોભા સારી, તાસોં ભખે અગની દુખ ભારી... તેરે...(૨) 

લાજયો પંકજ અલિકુલ ગુનધારી, ભએ ઉદાસ હુએ જલચારી... તેરે...(૩) 

ત્રાસિત હરન નયન સુખ છાંરી, તપસી હોત ચલે ઉજારી... તેરે...(૪)

જેતી કહું ઉનકી ઉપમારી, અભિનંદન જિન પર સબ વારી... તેરે...(૫) 

એસી સુભગતા કામનગારી, દીજે અમૃતદેગમેં અવતારી... તેરે...(૬)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૪

🎧 કયું જાણું ક્યું બની આવહી!...


કયું જાણું ક્યું બની આવહી, અભિનંદન રસ રીત હો મિત્ત !
પુદ્ગગલ અનુભવ ત્યાગથી, કરવી જસ પરતીત હો મિત્ત...ક્યું...(૧)

પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત !
દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત...ક્યું...(૨)

શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિસ્સંગ હો મિત્ત !
આત્મ વિભુ તે પરિણમ્યો, ન કરે તે પર સંગ હો મિત્ત...ક્યું...(૩)

પણ જાણું આગમ બળે, મિલવો તુમ પ્રભુ સાથ હો મિત્ત !
પ્રભુ તો સ્વ સંપત્તિ મઈ, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત...ક્યું...(૪)

પર પરિણામિક્તા અછે, તે તુજ પદ્ગગલ જોગ હો મિત્ત !
જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત‌..ક્યું...(૫)

શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહ્યો, કરી અ શુદ્ધિ પરિહેય હો મિત્ત !
આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત...ક્યું...(૬)

જિમ જિન વર આલંબને, વધે સુધે એક તાન હો મિત્ત !
તિમ તિમ આત્મલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત...ક્યું...(૭) 

સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત !
રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત...ક્યું...(૮) 

અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત !
દેવચંદ્ર પ્રભુ સેવા, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત...ક્યું...(૯)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૫

🎧 અભિનંદન અરિહંતજી રે લોલ!...


અભિનંદન અરિહંતજી રે લોલ, કાંઈ કરૂણા કર ! ભગવંતજી રે લોલ
સજજન સાચા જો મલે રે લોલ, તો દૂધમાંહી સાકર ભળે રે લોલ...અભિનંદન...(૧)

કેવલ કમલા જો તાહરે રે લોલ, તેણે કારજ શ્યો સરે માહરે રે લોલ 
ભાળતાં ભૂખ ન ભાંજીયે રે લોલ, કાંઈ પેટ પડયાં ધાપીજીએ રે લોલ...અભિનંદન...(૨)

હેજ કરે હુલરાવિયાં રે લોલ, કંઈ વધીયે નહિ વિણ ધાવ્યા રે લોલ
ઉત્તમ હુએ ઉપગારને રે લોલ, તે તત્ત્વ વહેંચી દિયે તારી રે લોલ...અભિનંદન...(૩)

આતમમાં અજુવાસિયે રે લોલ, કાંઈ વાસ તુમારે વાસિયે રે લોલ
કારણ જો કાંઈ લેખવો રે લોલ, તો નેહ નજર ભર દેખવો રે લોલ...અભિનંદન...(૪)

સિદ્ધારથા સંવર તણો રે લોલ, કાંઈ કુલ અજુઆલ્યો તેં ઘણો રે લોલ
શાશ્વતી સંપદા સ્વામીથી રે લોલ, જીવણ જસ લહે નામથી રે લોલ...અભિનંદન...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૬

🎧 અભિનંદન ચંદન નવો!...


અભિનંદન ચંદન નવો, શીતલ સહજ સુવાસ લાલ રે
ગુણ પરિમલઈ મોહી રહ્યા, સુર નર જેહના દાસ લાલ રે...અભિનંદન...(૧)

કાલ અનાદિની કામના, વિષય કષાયની આગિ લાલ રે
એહ શમાવાઈ મૂલથી, જો સેવઈ પય લાગિ લાલ રે...અભિનંદન...(૨)

જ્ઞાન-દર્શન-ચારિત્ર જલે, સરસ રહે જે સદાય લાલ રે
મધમાખી બેસે નહી, ખરઈ નખેરૂ થાય લાલ રે...અભિનંદન...(૩) 

અવિનાશી ગુણ એહના, સેવ્યા સુખ એક તાર લાલ રે 
જે ભવી ધરમના ભોગીયા, તે ધરઈ એહશું પ્યાર લાલ રે...અભિનંદન...(૪) 

જે ટાલે કર્મતાપને, તેહ જ ચંદન શુદ્ધ લાલ રે
શ્રી ભાવપ્રભસૂરિ કહઈ, જાણે જેહ વિબુધ લાલ રે...અભિનંદન...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૭

🎧 જૈનકો મારગ મસ્ત હે!...


જૈનકો મારગ મસ્ત હે, સુણો અરથી લોકો...

અડદશ દૂષણ વર્જિત દેવા, અભિનંદન વર ધન્ન હૈ...સુણો...(૧)

દુવિધ પરિગ્રહ ન ઘરે કબહું ગુરુ કાંતિ શોભિત તન્ન હૈ...સુણો...(૨)

ખંત્યાદિક દશ ગુણ શુચિ દેહા, ધર્મ ભુવનમેં મન્ન હૈ...સુણો...(૩)

મિથ્યામતિ નિત હિંસા મયલો, દૂર તજયો જયું સન્ન હૈ...સુણો...(૪)

શુદ્ધ ધરમ તેરોહી જ સાચો, જગ ઉપમ નહિ અન્ન હૈ...સુણો...(૫) 

ન્યાયસાગર પ્રભુ ભગતે શકતિ, દિન દિન વધતે વન્ન હૈ...સુણો...(૬)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૮

🎧 અભિનંદન અરિહંતજી, અવધારો હો!...


અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવકે અરદાસ તે;
દાસ જાણી મુજ દીજીયે, મનવંછિત હો સુખલીલ વિલાસ કે...અભિનંદન...(૧)

પૂરવ પુણ્યે પામીઓ, સુખકારણ હો જગતારણદેવ કે;
સેવક જાણી સાહિબા, હવે સફળી હો કીજે મુજ સેવ કે...અભિનંદન...(૨)

સેવક જનની સેવના, પ્રભુ જાણો હો મન નાણો કેમ કે;
બૂઝો પણ રીઝો નહિ, એકાંગી હો કિમ હોયે પ્રેમ કે...અભિનંદન...(૩)

સામાન્ય જનની ચાકરી, સહી સફળી હો હોય વિસવા વિશ કે;
પ્રભુસરિખાની સેવના, કિમ થાયે હો વિફળી જગદીશ કે...અભિનંદન...(૪)

સેવક જે સેવે સદા, તે પામે હો જો વંછિત કામ કે;
સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહિ મામ કે...અભિનંદન...(૫)

સાહિબ તે સાચો સહી, જે સેવક હો કરે આપ સમાન કે;
ભોળી ભગતે રીઝીને, જે આપે હો મન વંછિત દાન કે...અભિનંદન...(૬) 

ઈમ બહુ ભગતે વિનવ્યો, જગજીવન હો અભિનંદન દેવ કે;
નયવિજય કહે સાહિબા, મુજ હોજયો હો ભવ ભવ તુજ સેવ કે...અભિનંદન...(૭)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૧૯

🎧 અભિનંદનસો નેહ હમારે, અભિનંદનસો નેહ!...


અભિનંદનસો નેહ હમારે, અભિનંદનસો નેહ
નિશ દિન મનમાંહી જપું જૈસેં ચાતક મન મેહ હમારે અભિનંદન...(૧)

જયું મધુકર મન માલતી હો, જયું શશિ કુમુદ સ્નેહ
જયું ગજ મન રેવા નદી, તૈસેં  મુજ મન પ્રભુ એહ હમારે અભિનંદન...(૨)

જન્મનગરી અયોધ્યાપુરી, જસુ પિતા સંવર ગુણ ગેહ
માતા સિદ્ધારથારાની, કપિ લંછન ચરનેહ હમારે અભિનંદન...(૩)

લાખ પચાસ પૂરવકો હો, આયુ પ્રમાણ મુણેહ
વંશ ઇક્ષ્વાગે દીપતો, સાઢી તીનસે ધનુ દેહ હમારે અભિનંદન...(૪)

દેવ જિકે દૂષણ ભરે, મો દિલ નહીં આવે તેહ
હરખચંદકે સાહિબા, નિક્લંક નિરાકૃત રેહ હમારે અભિનંદન...(૫)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૦

🎧 અભિનંદનના લઈએ ઓવારણાં!...


હે પ્રભુ મને સિધ્ધત્વનું અભિનંદન થાઓ...

અભિનંદન પૂર્વસારે સ્વામી
અભિવંદે છે તુજને અનામી
સંસાર સાગરથી બન્યા વિરામી
શાશ્વત સુખના બન્યા શિવગામી...

અભિનંદનના લઈએ ઓવારણાં અંતરમાં થાય મને એના સંભારણાં...

દિનદુઃખીના છે તારણહારો,ભવ્ય છે જે જે લે છે સહારો
તારો ગુણ ગાતા આતમ ઉજ્જવળ થાય...અભિનંદનના લઈએ ઓવારણાં...(૧)

પરમપિતા તમે જગતના સ્વામી,શરણે આવ્યા છો શીશ નમાવી 
તારા સ્મરણે મારા પાપ ધોવાય...અભિનંદનના લઈએ ઓવારણાં...(૨)

વ્યથા ભર્યા છે પ્રભુ જીવન અમારા, અંતરમાં ભર્યા ગજબ અંધારા
તુમ આશીષે દિલમાં દીપ પ્રગટાય...અભિનંદનના લઈએ ઓવારણાં...(૩)

હિરક શિશુ કરે ભક્તિ તમારી,આંધી  ઉતરસે તેથી અમારી
સંયમ સમાધિએ જીવન કરાય...અભિનંદનના લઈએ ઓવારણાં...(૪)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૧

🎧 અભિનંદન જિન સેવના સુખકારી રે લોલ!...


અભિનંદન જિન સેવના સુખકારી રે લોલ સુખકારી રે લોલ ચોથા શ્રી જિનચંદ જાણી રે લોલ...

સેવાથી શિવ મેવા મિલે સુખકારી રે લોલ સુખકારી રે લોલ દૂર તળે ભવ ફંડ માનીરે લોલ...(૧)

એક સમયમાં જે લહે સુખકારી રે લોલ સુખકારી રે લોલ લોકાલોક સ્વરૂપ જ્ઞાની રે લોલ...(૨)

એક સમયના પંત રે સુખકારી રે લોલ સુખકારી રે લોલ પહોંચ્યા સિદ્ધ અવાસ માની રે લોલ...(૩)

ચૌદ તિ છેડી કર્મને સુખકારી રે લોલ સુખકારી રે લોલ લઇ ગતી પંચમ નાણ જ્ઞાની રે લોલ...(૪)

બેટા બેટી તથા બાપને દુખકારી રે લોલ દુખકારી રે લોલ દૂર હટાવી દયાલ જ્ઞાની રે લોલ...(૫)

બુદ્ધક જે નવતત્વના નિજ જ્ઞાની રે લોલ નિજ જ્ઞાની રે લોલ રોધક આશ્રવ બંધ જ્ઞાની રે લોલ...(૬)

ત્રિપદી દાયક દિનમણી સુખકારી રે લોલ સુખકારી રે લોલ સાદી અનંત સુધામ જ્ઞાની રે લોલ...(૭)

ઉજ્જવલ તનું જસ શોભતું સુખકારી રે લોલ સુખકારી રે લોલ કપિ લંચન મનોહાર જાણી રે લોલ...(૮)

સુરી રાજેન્દ્ર યતિન્દ્ર સુખકારી રે લોલ સુખકારી રે લોલ જયંત જીવન આધાર માની રે લોલ...(૯)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૨

🎧 અભિનંદણ વાંદૂ નિત્ય મનરલી!...


અભિનંદણ વાંદૂ નિત્ય મનરલી...

તીર્થંકર હો ચોથા જગ ભાણ,છાંદ ગૃહવાસ કરી મતિ નિરમલી,વિષય વિટંબણ હો તજિયા વિષ ફલ જાણ...અભિનંદણ...(૧)

દુ:કર કરણી હો કીધી આપ દયાલ,ધ્યાન સુધારસ સમ દમ મન ગલી,સંગ ત્યાગ્યો હો જાણી માયા જાલ...અભિનંદણ...(૨)

વીર રસે કરી હો કીધી તપસ્યા વિશાલ,અનિત્ય અશરણ ભાવના અશુભ નિરદલી,જગ ઝુઠો હો જાણ્યો આપ કૃપાલ...અભિનંદણ...(૩)

આતમ મિત્રી હો સુખદાતા સમ પરિણામ,એહિજ અમિત્ર અશુભ ભાવે કલકલી,એહવી ભાવન હો ભાઈ જિન ગુણ ધામ...અભિનંદણ...(૪)

લીન સંવેગે હો ધ્યાયો શુકલ ધ્યાન,ક્ષાયક શ્રેણી ચઢી હુવા કેવલી,પ્રભુ પામ્યા હો નિરાવરણ સુજ્ઞાન...અભિનંદણ...(૫)

ઉપશમ રસ ની હો બાગરી પ્રભુ બાણ,તન મન પ્રેમ પાયા જન સાંભલી,તુમ વચ ધારી હો પામ્યા પરમ કલ્યાણ...અભિનંદણ...(૬)

જિન અભિનંદણ હો ગાયા તન મન પ્યાર,સંવત ઓગણીસે ભાદ્રવેં અધ દલી,સુદિ આગ્યારસ હો હુવો હર્ષ અપાર...અભિનંદણ...(૭)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૩ (અલગ સ્વર)

🎧 અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !...


અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !
મત મત ભેદે રે જો જઈ પૂછીયેં રે,સહુ થાયે "અહમેવ"...અભિનંદન જિન...(૧)

સામાન્યે કરી દરિસણ દોહિલું રે, નિર્ણય સકળ વિશેષ
મદમેં ઘેર્યો રે અંધો કિમ કહે રે? રવિ શશિ રૂપ વિલેષ...અભિનંદન જિન...(૨)

હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઇયેં રે, અતિ-દુર્ગમ નય-વાદ
આગમ-વાદે હો ગુરૂ-ગમ કો નહીં રે, એ સબળો વિષવાદ...અભિનંદન જિન...(૩)

ઘાતી-ડુંગર આડા અતિઘણા રે, તુજ દરિસણ જગનાથ !
ધીઠાઈ કરી મારગ સંચરું રે, સેંગૂ કોઈ ન સાથ...અભિનંદન જિન...(૪)

"દરિસણ"-"દરિસણ" રક્તો જો ફિરૂં રે, તોરણ રોજ સમાન
જેહને પિપાસા હો અમૃત-પાનની રે, કિમ ભાંજે વિષ-પાન...અભિનંદન જિન...(૫)

તરસ ન આવે હો મરણ-જીવન તણો રે, સીઝેં જો દરિસણ કાજ
દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી રે, આનંદઘન મહારાજ...અભિનંદન જિન...(૬)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૪(અલગ સ્વર)

🎧 કયું જાણું ક્યું બની આવશે!...


કયું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીતી હો મિત્ત !
પુદ્ગગલ અનુભવ ત્યાગથી, કરવી જસ પરતીત હો મિત્ત...ક્યું...(૧)

પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત !
દ્રવ્ય દ્રવ્ય મલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત...ક્યું...(૨)

શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિસ્સંગ હો મિત્ત !
આત્મ વિભુ તે પરિણમ્યો, ન કરે તે પર સંગ હો મિત્ત...ક્યું...(૩)

પણ જાણું આગમ બળે, મિલવો તુમ પ્રભુ સાથ હો મિત્ત !
પ્રભુ તો સ્વ સંપત્તિ મઈ, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત...ક્યું...(૪)

પર પરિણામિક્તા અછે, જે તુજ પદ્ગગલ જોગ હો મિત્ત !
જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત‌..ક્યું...(૫)

શુદ્ધ નિમિતી પ્રભુ ગ્રહ્યો, કરી અ શુદ્ધિ પરિહેય હો મિત્ત !
આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત...ક્યું...(૬)

જિમ જિન વર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત !
તિમ તિમ આત્મલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત...ક્યું...(૭) 

સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત !
રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત...ક્યું...(૮) 

અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત !
દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત...ક્યું...(૯)

👆પ્રભુ અભિનંદન સ્વામી નું સ્તવન - ૨૫ (અલગ સ્વર)

🎧 અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !...


અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !
મત મત ભેદે રે જો જઈ પૂછીયેં રે,સહુ થાપે "અહમેવ"...અભિનંદન જિન...(૧)

સામાન્યે કરી દરિસણ દોહિલું રે, નિર્ણય સકળ વિશેષ
મદમેં ઘેર્યો રે અંધો કેમ કરે? રવિ શશિ રૂપ વિલેષ...અભિનંદન જિન...(૨)

હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઇયેં રે, અતિ-દુર્ગમ નય-વાદ
આગમ-વાદે હો ગુરૂ-ગમ કો નહીં રે, એ સબળો વિષવાદ...અભિનંદન જિન...(૩)

ઘાતી-ડુંગર આડા અતિઘણા રે, તુજ દરિસણ જગનાથ !
ધીઠાઈ કરી મારગ સંચરું રે, સેંગૂ કોઈ ન સાથ...અભિનંદન જિન...(૪)

"દરિસણ"-"દરિસણ" રટતો જો ફિરૂં રે, તોરણ રોજ સમાન
જેહને પિપાસા હો અમૃત-પાનની રે, કિમ ભાંજે વિષ-પાન...અભિનંદન જિન...(૫)

તરસ ન આવે હો મરણ-જીવન તણો રે, સીઝેં જો દરિસણ કાજ
દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી રે, આનંદઘન મહારાજ...અભિનંદન જિન...(૬)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top