Keva Tu Kaman Kare Lyrics Jain Stavan
કેવા તું કામણ કરે, તુજ બીન કશું ના ગમે,
ઓ અલબેલા હદયે વસેલા (2),
તુજ ચરણો માં મસ્તક નમે,
કેવા તું કામણ કરે...
તારું સ્મરણ કરું જો આખે થી અશ્રુ ની ધારા વહે,
નયનો ને ગમતા શમણાં માં રમતા (2),
તુજ દર્શન થી નયના ઠરે... કેવા તું કામણ...
તારું ચિંતન કરતાં મારી, ચિંતાઓ સઘળી ટળે,
ઓ વીતરાગી સુણ સૌભાગી (2),
તુજ સાનિધ્ય આતમ ચહે... કેવા તું કામણ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો