બુધવાર, 29 જુલાઈ, 2020

Aa Bhav Maliya આ ભવ મળીયા

Aa Bhav Maliya Lyrics 


(રાગ: આંખ મારી ઉઘડે તો...)

આ ભવ મળીયા ને પરભવ મળજો...
સેવા તમારી ભવોભવ મળજો...

ડગમગ ડોલે આ નૈયા અમારી,
સુકાની થઈ ને તરજો સ્વામી...

આશા નથી કરી અન્ય કને મે,
શ્રદ્ધા ન રાખી અન્ય કનેમે...

કુમકુમ પગલે આપ પધારો,
હદય મંદિર માં નાથ બિરાજો...

હું છું અનાથ ને તમ મારા નાથ,
હાથ ઝાલો ને હવે દીનાનાથ...

હું છું રાગી ને તમે વીતરાગી,
સેવકના લ્યો ને કાર્ય સંભાળી...

સફળ થયો નરજન્મ અમારો
અંતર થી ગુણ ગાયા તમારા...

સરણ તમારું ભવોભવ મળજો,
દર્શન તમારા અહોનિશ ફળજો...

આ ભવ મળીયા ને પરભવ મળજો...
સેવા તમારી ભવોભવ મળજો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top