બુધવાર, 29 જુલાઈ, 2020

Aashu bhareli aankhe lyrics આંસુ ભરેલી આંખે

Aashu bhareli aankhe lyrics


આંસુ ભરેલી આંખે, ડુસકા ભરી રહ્યો છું દાદા,
ધણા સમય થી મન માં મુંઝાઈ રહ્યો છું...

કહેશે વાંક છે મારો નથી ભેટો થતો તારો,
નડે આ બાળ દુઃખિયારો નથી ઉગારવાનો આરો,
મુખડું મલકતું રાખી અંદર બળી રહ્યો છું...

ગયો છું કામ ખૂટી ધીરજ હવે મારી,
વિરહ માં જાત મે ગાળી છતાં કૃપા નથી તારી,
કોઈ ને નહી નસીબ ને હું દોષ દઈ રહ્યો છું...

દેવાધીદેવ વીતરાગી મને ના દેશો તરછોડી,
ઊભો છું ક્યારનો કરજોડી વરસાવજો જોડી,
સુખનો સુરજ નીરખવા હું ધડીઓ ગણી રહ્યો છું...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top