મંગળવાર, 21 જુલાઈ, 2020

Dada Re Dur Dur thi Dodi Dodi દાદા રે... દૂર દૂર થી દોડી દોડી

Dada Re Dur Dur thi Dodi Dodi lyrics


(રાગ: બેનાં રે... પારકી થાપણ)

દાદા રે, દૂર દૂર થી દોડી દોડી આવ્યો છું તુમ પાસ,
કરજો પૂરી મારા અંતર ની આશ,
તૂટે ના નાથ, મારો વિશ્વાસ... કરજો પૂરી...

વસજો આખે એવી રીતે, દેખું તમને સ્થળ સ્થળ, પ્રભુ!
એવી રીતે હૈયે વસજો, સમરું તમને પલ પલ... પ્રભુ!
દાદા રે, એવું વરસજો બુજે મારી જનમ જન્મની પ્યાસ, કરજો...

સંયમ રંગે રંગી દેજો, અંગ અંગ પ્રભુ! મારા હો...
સંતોષ રસે ભીંજવી દેજો, રોમ રોમ પ્રભુ ! મારા હો... 
દાદા રે, મહેકાવી દેજો સમતા સુરભી થી શ્વાસો શ્વાસ, કરજો...

સાથે કોઈ આવે ના આવે, ચાલુ પંથ તમારે, હું તો ચાલુ,
સુખ દુઃખ આવે જાય પરંતુ, છોડુ પંથ ન ક્યારે, હું તો છોડૂ,
દાદા રે, કઈ પણ હો તમને પામૂ, દેજો એવો ઉલ્લાસ, કરજો..

શ્રદ્ધા અમૃત વરસે નિશદિન, જ્ઞાન ની જ્યોત ઝળકે,
ત્યાગ વિરાગ ના મેઘ ધનુષી, રંગો રૂડા મલકે,
દાદા રે , પલ પલ હો ઝળહળ શીતળ, મારું જીવન આકાશ, કરજો...

કરુણા કરજો, આ પાપીને ચરણે રહેવા દેજો,
માત્ર તમારો થઈ રહેવાનો, નાથ! સ્વીકારી લેજો,
દાદા રે, વિરહ પડે ના ક્યારે પણ, દેજો એવો સહવાસ, કરજો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top