ગુરુવાર, 23 જુલાઈ, 2020

Jevi Rayan Vruksh ni Chaya Lyrics જેવી રાયણ વૃક્ષ ની છાયાં

Jevi Rayan Vruksh ni Chaya Lyrics 


જેવી રાયણ વૃક્ષ ની છાયાં, એવી ઋષભજી ની માયા,
જેવી મોગરા ની માળા, એવા ઋષભજી રૂપાળા...

જેવા શત્રુંજય ના પાણી, એવી ઋષભજીની વાણી,
જેવો સુરજ નભ માં રાજે, એવા ઋષભજી બિરાજે...

જેવી વર્ષા જગ ને રંગે, એવા ૠષભજી સહુ સંગે,
જેવા તુષાર બિંદુ ચમકે, એવા ઋષભજી તો દમકે...

જેવી ફૂલતણી ફૂલવારી, એવા ઋષભજી સુખકારી,
જેવું ઇન્દ્ર ધનુષ સતરંગી, એવા ઋષભજી મનરંગી,

જેવા કેસરીયા કેશુડા, એવા ઋષભજી છે રૂડા,
જેવી ઝરમર ઝરમર હેલી, એવી ઋષભજીની દેરી,

જેવી ચંદ્ર કિરણ ની શાતા, એવા ઋષભજી છે દાતા,
એવા મરું દેવી ના લાલા, એવા ઋષણજી તો વ્હાલા...

જેવા કલકલ કરતા જરણા, એવા ઋષભજી દુઃખ હરણા,
જેવા ધરતી ઉપર તરણા, એવા ઋષભજી સુખરણા...

જે પર્ણ કુસુમ ને સંગે, એવા ઋષબ જી છે સંગે,
જેવા જીવન રસ ના માથા, એવી ઋષભજી ની ગાથા...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top