ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 63

-------------------------------------------------------
👉 નાનકડો વ્હેમ.. જીવનને કઈ રીતે વિનાશ તરફ વહાવી દે. વાંચો, આપ જ, પરિવારની સાથે..
-------------------------------------------------------

*કોરોનાની vaccine શોધાશે, કેન્સરની દવા શોધાઈ, ડાયાબીટીશની દવા શોધાઈ, T.B.ની tablet શોધાઈ, એટેક-thyroid ને cholesterolની ટીકડીઓ શોધાઈ. એક રોગની અનેક દવાઓ શોધાઈ. પણ.. અત્યાર સુધી, આજ લગી, કોઈ M.D. એને મટાડી ન શક્યો, કે કોઈ M.C. એનું operation કરી ન શક્યો, એ disease કહો તો disease, Tumor કહો, ગાંઠ કહો, કે બીમારી, જે પણ.. આ રોગની દવા સંસારમાં અત્યાર સુધી કોઈ બનાવી નથી શક્યું, કે કોઈએ બનાવી નથી. જે હોય તે, પણ.. નાઈલાજ રહેલા આ રોગનું નામ છે -*
_*"વ્હેમ"*_

શાસ્ત્રમાં પડે તે શંકા, ને સંબંધમાં પડે તે વ્હેમ. તાત્ત્વિક બાબતમાં જાગે તે શંકા, ને માનસિક બાબતમાં આવે તે વ્હેમ. અને *આ વ્હેમ જ્યાં આવે, ત્યાં માણસ કુશળક્ષેમ ને હેમખેમ કેમ રહી શકે!* નિર્દોષ સતી કલાવતીના કપાયેલા કાંડા, આ વ્હેમને જ આભારી હતા.

🏵️ રાજા શંખને રાણીઓએ ચઢાવ્યો કે, *"નાની રાણી કલાવતી અસતી છે. એના મનમાં, સ્વામી! આપ સિવાય કોઈ બીજું જ છે."* રાજા શંખને કલાવતીના સતીત્વ પર પૂરો ભરોસો હતો. એ તપી ગયા. ને કહ્યું, *"કલાવતી શંકાથી પર છે. તમે એની શોક્યો છો. માટે, તમને એની ઈર્ષ્યા છે. તમારો આ વ્હેમ છે કાઢી નાખો."* શોક્ય રાણીઓએ કહ્યું, *"સ્વામી! અમે આપને પુરાવો આપીએ, સાબિતી આપીએ."* શંખરાજા આવેશમાં આવી ગયા, *"જો તમે ખોટા પડ્યા, તો તમારી ખેર નહીં રહે."* શોક્ય રાણીઓએ કહ્યું, *"સ્વામી! આપ ચાલો હમણાં જ."*

🏵️ ને રાજા શંખને દરવાજા બહાર ઉભા રાખી બાકીની રાણીઓ કલાવતીની પાસે ગઈ. ને રોજની જેમ રાણી કલાવતીને કહ્યું, *"બેન! તારા પેલા હાથમાં પહેરવાના પાટલા-બેરખા-બંગડી ક્યાં છે? જે તને બહુ જ ગમે છે, ને તું રોજ અમને કહે છે, આ તો મારા વ્હાલાએ મોકલ્યા છે."* સીધી સતી કલાવતીએ બેરખા લાવીને બતાવ્યા. ને કહ્યું, *"છે ને! કેટલા મસ્ત-મસ્ત-સરસ."*

🏵️ ધીમેથી એક શોક્ય બોલી, *"કલાવતી! આ તો તારા વ્હાલાએ મોકલ્યા તે જ, કે બીજા?"* સાચી સતી કલાવતી બોલી, *"હા, આ એ જ. મારા વ્હાલાએ મોકલ્યા તે."* બધી શોક્યો કહે, *"તારા વ્હાલાએ સરસ બેરખા મોકલ્યા."* શુદ્ધ સતી કલાવતી બોલ્યા, *"હા, મારા વ્હાલાએ સરસ મોકલ્યા."* દરવાજાની પાછળ ઉભેલા રાજા પાસે જઈ શોક્યોએ કહ્યું, *"સ્વામી! સાંભળ્યું ને તમે? તમે તો બેરખા મોકલ્યા નથી. તો એના વ્હાલા બીજા જ કોઈ છે. અમે તો આપની વફાદાર પત્નીઓ છીએ, માટે ચેતવ્યા."*

🏵️ રાજા શંખનો હાથ તલવાર પર ગયો. *પણ.. એણે મનોમન કઈ નિર્ણય લીધો, ને order આપી દીધો કે, કલાવતીને જંગલમાં લઇ જઈ બેરખા સહીત એના કાંડા કાપી નાખો.* મંત્રીએ ઘણા સમજાવ્યા, પણ વ્હેમમાં પડેલો શંખ, ગમે તેમ કલાવતીને શિક્ષા કરવા પર હતો. *ને કલાવતીને જંગલમાં લઇ જવાઈ, બેરખા સહિત એના કાંડા કાપી નાખ્યા.* ને રાજા પાસે એ બેરખા પાછા આવ્યા.

🏵️ *ને છેલ્લે.. બેરખા પર કાંડા પર લખેલું નામ વંચાયું, તો કલાવતીના ભાઈનું જ નામ હતું. હવે રાજાને સત્ય સમજાયું, કે, બેનને.. ભાઈ સૌથી વ્હાલો હોય જ. પણ.. હવે બહુ મોડું થઇ ગયું  હતું.* ઘટના ખૂબ મોટી છે, પણ.. આ કાંડા કપાયાના મૂળમાં છે, એક વ્હેમ! એક વ્હેમ.. જિંદગીને હેમખેમ, ને કુશળક્ષેમ નહીં રહેવા દે. *મહાસતી કલાવતીના સતીત્વના પ્રતાપે ને પ્રભાવે, કપાયેલા કાંડા દેવતાએ ફરી કરી આપ્યા.*

🏵️ પણ.. ઇતિહાસમાં નોંધાયું, *એક વ્હેમના કારણે શંખ રાજા જેવો સમજદાર.. બેજવાબદાર બન્યો. મહાન.. નાદાન બન્યો.* કથા તો ખૂબ મસ્ત ને મોટી છે. Shortમાં યાદ રાખજો, *જિંદગીમાં ચેતવવાના નામે, આગ ચેતાવી જનારા ઘણા આવશે. ચેતીને ચાલે, તે જ જીતીને મ્હાલે.* બાકી તો, ચેતાવી જનારા.. પેટાવી જનારા.. બાળે, બાળે, ને બાળે જ. *વ્હેમ નાખી જનારે તો માત્ર એક વાક્ય જ બોલવાનું છે. પણ.. એની એક કાંડી આપણા ઘરને, આખા ઘરને બાળી નાખશે.* આવા દીવાસળીથી દાવાનળ સળગાવનારાથી દૂર રહેજો. 

🏵️ બાકી દરમાં ઘૂસી ગયેલા સાપને બહાર કાઢવો સહેલો છે, પણ.. મનમાં ઘૂસી ગયેલા વ્હેમને કાઢવો ભારે છે. એક હળવી વાર્તા. *એક ભાઈને વ્હેમ પડી ગયો કે, બગાસું ખાતા મારા ખુલ્લા મોઢામાં બિલાડી ઘૂસી ગઈ છે. મને પેટમાં વજન લાગવા માંડ્યું છે.* મારા પેટમાં બિલાડી કૂદકા મારે છે. દિવસ-રાત બસ.. 'બિલાડી જ મારા પેટમાં છે'ની ટેપ ચાલુ થઇ ગઈ.

🏵️ *ઘરવાળા કંટાળી ગયા, ડૉક્ટરોને બતાવ્યું. છેલ્લે.. sonography, x ray, CT scan બધું જ કરાવ્યું. બધાએ જ ના પાડી.* ડૉક્ટરો ને હોસ્પિટલ હસે, પણ.. આ ભાઈનો વ્હેમ નીકળે જ નહિ. 3 મહિના થયા. શરીર આખું નંખાઈ ગયું, ઘર આખું ચિંતામાં પરેશાન છે. *છેલ્લે.. એક અનુભવી ડૉક્ટરે ઘરના માણસોને પોતાનો plan સમજાવ્યો.* ને કહ્યું, *"તમે હા-હા બોલતા રહેજો."* ને ડૉક્ટરે દર્દીને કહ્યું, *"X rayમાં કઈ નથી આવ્યું. તારી ઈચ્છા હોય તો operation કરીને બિલાડીને કાઢી લઈએ."*

🏵️ છેલ્લે ઓપરેશન નક્કી થયું. *ને anesthesia સૂંઘાડી કાકાને બેભાન કર્યા. ને પાટા બાંધી બહાર લાવ્યા.* ને હોશમાં આવ્યા ત્યાં, ડૉક્ટરને બધા જ સગા વ્હાલા કહે, *"કાકા! તમે સાચા હતા. જુઓ, ડૉક્ટરે આ બિલાડી તમારા પેટમાંથી બહાર કાઢી."* કાકાએ બિલાડી જોઈ, ને ખુશ થઇ ગયા. ને કહ્યું, *"થોડુંક પેટ હલકું લાગે છે. પણ.. ડૉક્ટર સાહેબ, હું જે બિલાડી ગળી ગયો હતો, એ તો કાળી હતી. મોટી હતી. જ્યારે આ તો બચ્ચું છે.* ડૉક્ટર ફરી operation કરો. *મને લાગે છે, બિલાડી પેટમાં વિયાઈ છે. બિલાડીને પેટમાં બચ્ચાને જન્મ આપ્યો છે. ડૉક્ટર સાહેબ! હવે તો પેટમાં વધારે બિલાડી કુદકા મારતી લાગે છે."* ડૉક્ટરે હથિયાર હેઠા મૂકી દીધા.

વ્હેમના ઓસડ હોય નહિ. જિંદગીને પ્રેમથી જીવવી હોય, તો વ્હેમને જિંદગીમાં પ્રવેશ આપશો નહિ. _*Doubt તમને out કરે, એ પહેલા તમે એને out કરી દો. પ્રેમનું બહુ મોટું amount બચી જશે. અનલોક-1, આજથી જિનાલયના-દેવાલયના દરવાજા ખુલી ગયા. પ્રભુ પાસે એક વાર પેલું ગીત રણઝણાવજો.*_
https://youtu.be/Hxk8SfBo5OA

🌙 Good Night
*दो बाते.. इंसान को अपनो से दूर करती है,*
*एक तो उसका अहम, और दूसरा उसका वहम!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top