બુધવાર, 29 જુલાઈ, 2020

O Mara Rupala Bhagavan Lyrics ઓ મારા રૂપાળા ભગવાન

O Mara Rupala Bhagavan Lyrics


ઓ મારા રૂપાળા ભગવાન, તમારું રુપ ભુલાવે ભાન,
તમારો ઉજળો ઉજળો વાન, તમારું રુપ ભુલાવે ભાન...

તારી અણિયાળી પાપણમાં મને મોરપીંછ દેખાતું,
તારા ભાલ- તિલક માં જાણે કે મેઘધનુષ વિખરાતું,
તારા પ્રેમ તણી પહેચાન... તમારું રુપ...

કોઈ હળવે હળવે હાથે તારા અંગ અંગ ને લૂછે,
પેલું અંગલૂછણુ પૂછે, તારા દેહ થી કોમળ શું છે?
આ દુનિયા છે કુરબાન... તમારું રુપ...

હું ફૂલ ચડાવું તુજને તો ફુલ ઘણું શરમાતું,
સૌંદર્ય તમારું નીરખી એનું અંગ ગુલાબી થાતું,
તારું દર્શન અમૃત પાન... તમારું રુપ...

હે ભુવન વિમોહન સ્વામી! ત્રિભુવન ને ભલે વિશારો;
પણ ઉદય રત્ન જંખે છે તારી આંખ નો નેહ ઇશારો,
મારી વિનંતી ધરજો કાન... તમારું રુપ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top