Taro Mahima Aprampaar
તારો મહીમા અપરંપાર,
તારા નામે સુરજ લાવે, રોજે નવી સવાર...
તારી પૂજા તારી સ્તવના, પલપલ તુજ ઉચ્ચાર,
તારી ભક્તિ કરતા કરતા, હું થાઉં ભવપાર...
તારો જાપ કરું છું દાદા, તું જગ નો આધાર,
તારું કીર્તન કરતા કરતા, સફળ કરું અવતાર...
તું છે મુજ શણગાર પ્રભુજી, તું છે મુજ સુવિચાર,
તું છે મારો ભાગ્યવિધાતા, તું છે સુખદાતાર...
તું કરુણા સાગર છે સ્વામી, કૃપાવાંત સમુદાર,
તું જો પકડે હાથ, તો મારો થઈ જાશે ઉદ્ધાર...
તું સોનેરી કમલે ચાલે, ધર્મચક્ર સહચાર,
નાશ કરી દે સાહેબ, મારા મનના વિષય વિકાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો