બુધવાર, 29 જુલાઈ, 2020

Aho Jin Sasanam Lyrics અહો જીનશાસનમ

Kesariyo rang Jin shashan No aapjo Lyrics 


વંદન હો વીર ને શોર્યરસધારને, સમતા ભંડાર વલી કરુણાવતારં ને;
આપનું શાસન પામી... આપ કને માગતો,
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

સાડા બાર વર્ષની સાધના ના અંતમાં, વૈશાખી સાંજે વસે જ્ઞાનની વસંતમાં;
વર્ષે જીન મેહુલો... જૈનત્વ વહાવતો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

ઇન્દ્ર ચક્રી રાજા સુકાની ના પદ તણુ, સાસન વિહીન હું મનુષ્યપણું અવગણું;
શાસન શુભટની.... પદવી પ્રભુ આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

સત્તા સૉદર્ય સુકાન ને ન માપતો, શાસન ની તોલે હું ક્રોડો માં માનતો;
દેવો ના માલિકને ... ડિંગો બતાવતો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

રાજવીઓ મંત્રીઓ શ્રેષ્ઠીઓ ને શ્રાવકો, વિરવચન વાહકો સાશનના ચાહકો;
આદ્રશો એમના... અંતરે વસાવજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

સાસન ને કાજે જેને સુખ સાહિબી ત્યજી, શાસનને કાજે જેણે જિંદગી ત્યજી દીધી;
શાસન શહીદો ને.... અંજલી હું આપતો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

વાયરો વિસમ તેથી મુજને ઉગારજો, દઈને પ્રશમ કૂણાં કાળજાને ઠારજો;
કાષ્ઠ સીસમ શી મને... મક્કમતા આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

કર્મ થી ને કાળથી કુમિત્રો ના વારથી, રક્ષા કરજો મારી વાસના પ્રહાર થી;
કાબરીયો ચીતરેલો... રંગ આ ઉતારજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

વ્હાલા મારા વીરજી વારસ બનાવજો, શ્યામલ પાષાણ છું  આરસ બનાવજો;
શ્રધ્ધા ના સ્વર્ણસ્પશે... પારસ બનાવજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

શાસન હિલના ને ટાણે અમ હદય દાજતા, પડકારો દેખીને આખે અશ્રુ બાજતા;
હૈયાના ભાવ ફળે... એવું બળ આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

હિંમત ખૂટે માં કદી શ્રદ્ધા તૂટે ના,શાસનના રાગ સામે કોઈ કદી ના;
શાંતીની પળમાં કે... સાહસની ચળવળમાં...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

સૂર્ય તેજ સુરીવર નું આખે ચમકાવજો,  પુણ્ય તેજ તેમનુ કાર્ય માં જળકાવજો;
જ્ઞાન તેજ તેમનું... બુધ્ધિ એ સમાવજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

શાસન ની ચાલે મુજ પગલાં મંડાવજો, શાસન ના વ્હાલે મુજ આત્મા પલાળજો;
શાસન ના તાલે મુજ... રોમ રોમ નાચજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

શાસન આરાધના પલપલ હું માંગતો, શાસન પ્રભાવના હું ઘટ ઘટમાં ચાહતો;
શાસન સેવા ના રૂડા... અવસરિયા આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

તારા શાસનનો છું પ્રેમી સદાય નો, તારા શાસન નો હું ઋણી સદાય નો;
સેવક છું સૈનીક છું... તત્પરતા આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

શાસન ના દિવડા માં તન મનનું તેલ દઈ, શાસન ના કોડીયા જીવતર ની વાટ થઈ ;
પ્રગટેલા દીવડા ને... પ્રગટેલા રાખજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

ભવોભવ મળજો શાસન ભાવના એ ભાવાજો, પામ્યા શાસન તેની ધન્યતા અનુભાવજો;
અંતર કહે છે પછી... કર્મ ને હંફાવજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

મારા અંતર ની આળશ બધી કાઢજો, સાધુ જીવન ની સફેદી મને આપજો;
સર્વ જીવ મેત્રી ની ... હરિયાળી આપજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

અહ નો નાદ દિન રાત રહે ગાજતો, સિદ્યોની શુંદ્ધિ નું લક્ષ્ય હું સાધતો;
કેસરિયો ચાંદલો... ભાલે ચમકાવતો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

શ્વાસ ને શરીર થી અધિક ચહું શાસનમ, રોમે રોમે નાદ ગુંજે અહો જીન શાસનમ;
ભક્તિ, મેત્રી, સિદ્ધિને... શૈર્યથી સજાવજો...
કેસરિયો રંગ... જીનશાસનનો આપજો....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top