Tujne Joya Karu Lyrics
(રાગ: આંખ હૈ ભરી ભરી...)
તુજ ને જોયા કરું, તુજને સમર્યા કરું,
તારી યાદો માં બસ હું રોયા કરું,
હવે શરણુ તું આપ, મને સંયમ તું આપ,
ભવસાગર નૈયા ને પાર કરાવ,
નેમ રે... નેમ રે...(2)
દોષ થી હર્યો ભર્યો છું છતાં તુજને મળવાની ઘણી આશ છે,
હાથ ઝાલો મુજને ઉગારજો, તારા સંગાથ ની તલાશ છે,
દોષ થી હર્યો...
સ્મરણ માં તારું નામ હો, નેત્રો માં તારું ધ્યાન હો,
મુજ શ્વાસો ની સરગમ માં નેમનાંથ જ ગાન હો,
નિર્મળતા નો સ્પર્શ મુજને થાય જો... દાદા,
માનું કે તું મુજને ફળ્યો આજ રે,...દોષ થી હર્યો...
વસ્યો મીરા ની ભક્તિમાં, વસ્યો સાધક ની શક્તિ માં,
લાજ રાખો હવે મારી, વહીને હરપળ સ્મુતિમા,
તારો બની બાળ ને સંભાળજો દાદા,
યાદો માં વિતાવું દિવસને રાત રે... દોષ થી હર્યો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો