શુક્રવાર, 17 જુલાઈ, 2020

Motivational Story 102

Motivational Story 102

-------------------------------------------------------
_બાંધેલી શત્રુતા આ ભવે કે પછીના કોઈક ભવે.. ક્યારેક તો ઉદયમાં આવે જ.._
_વાંચો અને સ્વીકારો આ સિદ્ધાંતને, બનેલા વાસ્તવિક બનાવના માધ્યમે..._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*સળગાવેલી દિવાસળી આગ લગાડે કે ન લગાડે.. એની કોઈ Guarantee નથી.* વાવેલુ બીજ ઉગશે કે નહીં ઉગે.. એ નક્કી નથી. *જલભરેલી વાદળીઓ વરસસે કે નહિ વરસસે.. એ Final નથી.* રે.. ખાધેલું ઝેર મારશે જ.. એ'ય કહી શકાય નહિ.

*પણ.. બાંધેલુ વેર તો મારશે.. મારશે.. ને મારશે. અને 'ઝેર' કરતા 'વેર' ભયંકર.* ઝેર તો એક ભવે બસ પૂરું. વેરનો હિસાબ બહુ લાંબો ચાલે છે. *શરીર બદલાય, ભવ બદલાય, ક્ષેત્ર બદલાય, દેશ બદલાય, જાતિ ને ગતિ બદલાય, પણ.. વેર પીછો નથી છોડતું.* એ પાછળ-પાછળ આવે છે. _*पीछे रहकर पीछा करता है!*_

*અને જ્યારે વેરનો વિસ્ફોટ થાય છે, ત્યારે નાશ-વિનાશ ને સર્વનાશ થાય છે. પણ.. ત્યારે ભોગ બનનારને ખબર નથી હોતી કે, આ વિસ્ફોટના બીજનું વાવેતર કરનાર ખેડૂત તું જ હતો.*

-------------------------------------------------------
_*સમરાદિત્યની કથા પ્રત્યેક ભારતીયે એક વાર વાંચવા જેવી છે, થશે.. તો ક્યારેક અહીં લખશું.*_
-------------------------------------------------------

પણ.. અત્યારે તો એક નજદીકના સમયમાં જ બનેલી સત્યઘટનાને વાંચો, ને વિચારો. *કયા ભવનું વાવેલું વેર કયા ભવમાં ઉદયમાં આવ્યું, ને ગજબ રીતે ઉદયમાં આવ્યુ.* આપણે તો ફક્ત કાર્ય જોઈને કારણને કલ્પવાનું જ છે.

_વાંચો.. હૃદયને વ્યથિત કરી ગયેલી બીના._

🐘 *વીરો ને શૂરવીરોની ભૂમિ રાજસ્થાનની આ વાત છે.* ઈ.સ. 1971ની સાલ હતી. શિવગંજ શહેર એ દિવસે દિવાળી આવી હોય એમ સજાવવામાં આવ્યુ હતુ. *જગદ્‌ગુરુ શંકરાચાર્યજીની પધરામણી આજે શિવગંજમાં હતી. એમનું ભવ્ય Procession - શોભાયાત્રા શહેર આખા'યમાં ફેરવવાની ઠેર-ઠેર તૈયારીઓ થઈ હતી.* ને સવારે Right ટાઈમે.. હાથીના હોદ્દા પર બેસીને શંકરાચાર્યજીનું આગમન થયું.

🐘 *ઢોલ-નગારા-ત્રાંસાએ એમની Entryને વધાવી. ને થોડીકવારે શોભાયાત્રાનો પ્રારંભ થયો. પણ.. ક્યાં કોઈને ખબર હતી કે, આ શોભાયાત્રા શોકયાત્રા બનશે. ને કોઈની સ્મશાનયાત્રા અહીંથી જ આજે નીકળશે.* ઉમટેલી જનમેદની જયનાદોથી શોભાયાત્રાને વધાવતી રહી. *શોભાયાત્રા શહેરના મુખ્ય ચોક પાસે આવી ત્યારે, શંકરાચાર્યજીએ હાથીના હોદ્દા પરથી બધાને આશિર્વાદ આપ્યા.*

🐘 પુષ્પવૃષ્ટી કરીને ચિક્કાર મેદનીએ એમને વધાવ્યા. *આ હાથી શંકરાચાર્યજીનો પ્રિય હાથી હતો. જ્યાં-જ્યાં એમનો Programme હોય ત્યાં હાથી આ જ હોય. ને હાથી પણ ડાહ્યો, ડમરો, ને સમજુ હોવાથી દરેક શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનતો હતો.* શિવગંજની ધમધોકાર બજારમાં સવારીનો પ્રવેશ થયો. હાથી ચિક્કાર જનમેદની વચ્ચેથી મસ્તરામની જેમ ઝુલતો પસાર થઈ રહ્યો છે.

🐘 *મળતા નાળિયેરને ફટ્‌ કરતું વધેરીને ખાતો ને ગોળના નાના-નાના રવાને એક કોળિયામાં ગળતો આગળ વધી રહ્યો છે. ત્યાં જ અચાનક એક દુકાન પાસે આવતા હાથી ઊભો રહી ગયો.* મહાવતે આગળ વધવા કહ્યું, પણ.. *હાથીએ પોતાની સૂંઢ દુકાન તરફ લંબાવીને હજુ કોઈ કંઈ સમજે એ પહેલા તો દુકાનમાં શાંતિથી બેઠેલા વ્યાપારી શ્રી હંસરાજ જૈનને ખેંચી કાઢ્યા.* અચાનક આવી પડેલી આ આપદાથી હંસરાજજી ડઘાઈ ગયા.

🐘 એમણે બચવાનો પ્રયત્ન કર્યો. જે હાથમાં આવ્યુ તે પકડી લીધુ, *પણ.. બળવાન હાથીની સૂંઢે એમને ઘસડીને દુકાનમાંથી Shade પર નાખ્યા. ચારેબાજુ હાહાકાર મચી ગયો, નાસભાગ થઈ ગઈ. જગદ્‌ગુરુ શંકરાચાર્યજી આભા બની ગયા. મહાવતે અંકુશ પર અંકુશ માર્યા.* પણ.. ઝનૂને ચડેલો હાથી પાછો ના વળ્યો, કાબુમાં ના આવ્યો.

🐘 *હાથીનું ગંડસ્થળ લોહીથી લથબથ થઈ ગયુ. પણ.. હાથી શાંત ના થયો, ને હાથીએ ભગવાનના માણસ જેવા સીધા હંસરાજજીને સૂંઢથી ફરી પકડી ગોળ-ગોળ ફેરવી પટકીને પગ નીચે ચગદી નાખ્યા.* લોહીનો ફૂવારો ઉડયો. *હંસરાજની મરણચીસે શિવગંજને ગજવી દીધુ.* શંકરાચાર્યજી સ્તબ્ધ હતા. મહાવત હેબતાઈ ગયો હતો. ચિક્કાર Public ભાગી છૂટી હતી. દુકાનો ખુલ્લી ને ખાલી પડી હતી.

🐘 *બધા જ ભયના માર્યા ચારે બાજુ દોડતા ભાગી ગયા હતા. પણ.. હાથી હવે પાછો પૂર્વવત્‌ શાંત થઈ ગયો. ડાહ્યો-ડમરો બની મસ્તરામની જેમ ડોલતો-ડોલતો ચાલતો હતો.* પણ.. શોભાયાત્રાની શોભા નંદવાઈ ને શોભાયાત્રા સ્મશાનયાત્રા બની ગઈ. *હંસરાજ જૈનનો પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો.* બધાને હતુ, હંસરાજજીનો માતબર પરિવાર ને એમના મિત્રો કોઈપણ પગલા લેવા સક્ષમ છે.

🐘 *પણ.. જૈન કુટુંબ. એમનો પરિવાર હૃદય ભેદી નાખતી આ ગમખ્વાર ઘટના બની હોવા છતાં'ય, સામે એક ધર્મગુરુ હોવાના કારણે પરિવારમાં હાહાકાર તો ભારે મચ્યો, પણ.. એમણે હોહા ના કરી.* જગદ્‌ગુરુ શંકરાચાર્યજી જૈન પરિવારની ઉદ્દાત દ્રષ્ટિથી ભાવુક બની ગયા. મહાવત પણ ભીનો બની ખૂબ રડ્યો. *વેરની વસુલાત કરી હાથી પૂર્વવત્‌ વફાદાર ને સમજદાર બની મુકામે આવી અટક્યો.*

_કથા તો અહીં પૂરી કરીએ. *પણ.. વેરના વાવેતર કયે ભવે ઉગશે, એની કોઈ ખબર નથી. ઘઉં-ચોખા ને અનાજ તો વાવણી પછી નક્કી સમયે ઉગે છે, પણ.. વેરની વાવણીનો ઉગવાનો સમય ક્યારેક વર્ષો-વર્ષ નહિ, પણ.. ભવોભવ સુધી લંબાતો હોય છે. માટે જ.. આજથી વાતનું વતેસર બંધ કરી, વેરના વાવેતરને અટકાવીએ ને જીવ પ્રીતના પાનેતર ઓઢી બોલીએ, "मित्ति में सव्व भूएसु!"*_


*करू में दुश्मनी किसी से, दुश्मन नहीं है कोई अपना,*
*मोहब्बत ने नहीं छोड़ी, जगह दिल में अदावत की!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top