Tari Sathe Tari Sathe Lyrics
તું જ તું જ મારા શ્વાસ શ્વાસ માં, તું જ તું જ મારી આસ પાસ માં,
તું જ પ્રેમ છે તું જ વ્હાલ છે,તું અબીલ ને તું ગુલાલ છે,
જોયા પછી લાગ્યું એવું મને મારે જીવવું તારી સાથે,
તારી સાથે, તારી સાથે, તારી સાથે...
સાદ તમારો મળવા લાગે, આતમ મારો થનગનવા લાગે,
સ્મિત તમારું મળવા લાગે ઓળખ પાકી કરવા લાગે (2),
ઓ... ચમક આંખ માં ઉગવા લાગે, સપના જેવી દુનિયા લાગે (2),
સુર મળ્યો છે એક જ રાગે ઢોલ અને શરણાઈ વાગે,
પળ પળ અને વરસ, રાતો ને આ દીવસ, સુખ, દુઃખ તારી સંગાથે,
તારી સાથે, તારી સાથે, તારી સાથે...
તારી સાથે લાગુ પ્યારી, અલગ નથી પણ હું અલગારી,
જોને આવી ને અણધારી સંયમ રંગે તમે સણગારી (2),
ઓ... તુજ ગમે છે તું જ રમે છે, બધું હવે તારા શરણે છે,
તું જ કૂણાં તડકાની ભાષા, તું જ છે મારી જીવન આશા,
તું છે મારો સમય, સોંપી દીધું હદય, ઋણ રહેશે મારા માથે,
તારી સાથે, તારી સાથે, તારી સાથે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો