શનિવાર, 25 જુલાઈ, 2020

Jeene Jinvar Mallya Lyrics જેને જિનવર મળ્યા

Jeene Jinvar Mallya Lyrics 


(રાગ: મેરે રસ્કે કમલ - બાદશાહો)

જેને જિનવર મળ્યા, ભવના ફેરા ટળ્યા,
દુઃખ દોષો જાયે તો, મજા આવી જાય...

તારી ભક્તિ કરું, તારી પૂજા કરું,
તારી સેવા મળે તો, મજા આવી જાય (2),
તારું દર્શન મળે, તારું પૂજન મળે,
તારું બધું મળે તો, મજા આવી જાય... જેને જિનવર...

તારું રૂપ દર્શન મળે, તારું સ્પંદન મળે,
તારી તડપન મળે તો મજા આવી જાય (2),
મારો તું શ્વાસ છે, હૈયે વિશ્વાસ છે,
તારો સહવાસ મળે તો, મજા આવી જાય... જેને જિનવર...

દેદે દે સ્થાન ‍ દે, એક વરદાન દે,
મોહ માયા છુંટે, તો મજા આવી જાય (2),
એક અરમાન છે, શિવ પદ સ્થાન દે,
તારી સાથે રહેવાની, મજા આવી જાય... જેને જિનવર...

મળે વિરતી નો વેશ, પ્રભુ વીર નો સંદેશ,
રજો હરણ મળે, તો મજા પડી જાય (2),
તારી કૃપા મળે, તારા આશિષ મળે,
હૈયે કરુણા વહે તો મજા આવી જાય... જેને જિનવર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top